ETV Bharat / bharat

બિહારમાં કનૈયા કુમારના કાફલા પર હુમલો, 2 ગંભીર રીતે ઘાયલ - Kanhaiya Kumar on Bihar visit

કનૈયા કુમાર બુધવારે બિહારના સુપોલ પહોંચ્યા હતા. જ્યાં તેમના કાફલા પર હુમલો થયો હતો. આ મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

stone-pelting-on-kanhaiya-kumar-convoy-in-supaul
કનૈયા કુમારના કાફલા પર બિહારમાં હુમલો
author img

By

Published : Feb 5, 2020, 9:18 PM IST

બિહારઃ જન ગન મન યાત્રા અંતર્ગત CPI નેતા કનૈયા કુમાર બુધવારે સુપોલ પહોંચ્યા હતા. જ્યાં તેમના કાફલા પર હુમલો થયો હતો. સદર તાલુકાનાં ચોક પર અસામાજીક તત્ત્વોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કનૈયા કુમારના કાફલામાં સામેલ બે વ્યક્તિઓ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં 2 ગાડીને પણ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ.

કનૈયા કુમારના કાફલા પર બિહારમાં હુમલો

મળતી માહિતી અનુસાર કિશનપુરના નેમનમા ગામથી પરત ફરતી વખતે કનૈયા કુમાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ હાલ તેમની પુછપરછ કરી રહી છે. CPI નેતા કનૈયા કુમાર સમગ્ર બિહારમાં ફરીને નાગરિકતા સંશોધન કાયદાનો વિરાધ કરી રહ્યા છે.

ઝંઝારપુરમાં કાળી પટ્ટી લગાવી કરાયો વિરોધ

ઉલ્લેખનીય છે કે, ઝંઝારપુરમાં CPI નેતા કનૈયા કુમારનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં કરણી સેનાનાં લોકોએ કાળી પટ્ટી લગાવી વિરોધ કર્યો હતો. તેમણે જોરદાર વિરોધ સાથે સુત્રોચ્ચાર કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કહ્યું હતું કે, કનૈયા કુમાર ટુકડે ટુકડે ગેન્ગમાંથી છે. આ ગેન્ગ દેશ વહેંચવાનું કામ કરી રહી છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.