નવી દિલ્હીઃ કેદીઓને તેમની પસંદગીના વકીલ પાસેથી કાયદાકીય સલાહ લેવાની જોગવાઈ સમાપ્ત કરવા માટે દિલ્હી સરકારના પરિપત્ર સામે સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં કાનૂની ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ છે.
કેદીઓને વકીલ પાસેથી કાનૂની સલાહ લેવાની છૂટ હોવી જોઇએ
આ અરજી એડવોકેટ અજિત પી સિંઘ દ્વારા કરવામાં આવી છે. અરજદાર વતી એડવોકેટ લવકુમાર અગ્રવાલે કહ્યું હતું કે, જેલના કેદીઓને તેમના પસંદગીના વકીલ પાસેથી કાનૂની સલાહ લેવાની છૂટ હોવી જોઈએ. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીની જેલના મહાનિદેશકનો પરિપત્ર બંધારણની કલમ 21નો ભંગ કરે છે.
કેદીને તેમના વકીલો સાથે વાત કરવાની મનાઈ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજદાર 8 જૂને તિહાડ જેલની મુલાકાતે હતો. છેલ્લા 8 જૂનના તિહાડ જેલમાં ક્લાઈન્ટની મુલાકાત લીધી હતી અને જમાનત માટે વાત કરવાની હતી. ત્યારે તિહાડ જેલ પ્રશાસને જેલમાં ક્લાઈન્ટની મુલાકાત લેવાની મનાઈ ફરમાવી હતી. જેલ પ્રશાસનના આ આદેશ વિરુદ્ધ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે.