પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદ પેદા કરનારો દેશ છે, ત્યાં સુધી આ ખતરાનો સામનો કરવો પડશે. આપણે તેની સામે નિર્ણાયક લડત આપવી પડશે. જો આપણને એમ લાગે કે આતંકવાદ સામે લડાઈ પૂર્ણ થઈ જશે, તો આપણે ખોટા છીએ. આતંક સામે યુદ્ઘ પૂર્ણ નથી થયું, તેમણે વધુમાં કહ્યું કે, આપણે ત્યાં સુધી આતંક સામે અભિયાન ચાલુ રાખવું પડશે, જ્યાં સુધી આપણે આતંકવાદના મૂળ સુધી ન પહોંચી જઈએ.
રાવતે કહ્યું કે, CDSને ઘણી જવાબદારી મળી છે. કાર્ય સંબંધિત મુદ્દાઓ સિવાય ત્રણેય સેવા પ્રમુખો પાસે કેટલાક અધિકાર છે. અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, તમારે તમામ લોકો સાથે શાંતિ કરાર કરવો પડશે, જો તમારે શાંતિ કરાર પર આવવુ છે, તો વાતચીત માટે શાંતિથી જવુ પડશે. તાલિબાન કે અન્ય કોઈ પણ આતંકી સંગઠન હોય તેમને આતંકવાદ છોડીને રાજકારણના મુખ્ય પ્રવાહ સાથે જોડાવું પડશે.