DSP દેવિંદર સિંહની આતંકવાદીની સાથે ધરપકડને લઈ જમ્મૂ-કાશ્મીર પ્રશાસને જમ્મૂ અને શ્રીનગર એરપોર્ટની સુરક્ષા કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ CISFને સોંપવાનો આદેશ કર્યો છે.

જમ્મૂ-કાશ્મીરના ગૃહ વિભાગે પોલીસ મહાનિર્દશકને આપેલા આદેશમાં મુજબ કહેવામાં આવ્યું કે, બંને સંવેદનશીલ એરપોર્ટની સુરક્ષા 31 જાન્યુઆરી સુધી CISFને સોંપવાનો આદેશ કર્યો છે.
DSP દેવિંદર સિંહ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત હતા. જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક વાહનમાંથી હિઝબુલ મુજાહિદીનના આતંકી નવીદ બાબા અને આતિફ તેમજ આતંકી સંગઠનો માટે કામ કરનાર એક વકીલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
દેવિંદર સિંહ પર આતંકવાદીઓને દેશના અન્ય ભાગો સુધી પહોચાડવામાં મદદ કરવાનો આરોપ છે.
હાલ જમ્મૂ અને શ્રીનગર એરપોર્ટની સુરક્ષા સીઆરપીએફ અને જમ્મૂ -કાશ્મીર પોલીસ પાસે છે.