આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારતીય વાયુસેના પ્રમુખ બી.એસ.ધનોઆ મંગળવારે અંબાલા એરબેશ સ્ટેશનમાં એક કાર્યક્રમ દરમિયાન 17 સ્ક્વાડ્રન ફરીથી શરુ કરશે.
1999માં કારગીલ યુદ્વ દરમિયાન એરચીફ માર્શલ ધનોઆએ 'ગોલ્ડન એરો' 17 સ્ક્વાડ્રનની કમાન સંભાળી હતી.
નોંધનીય છે કે, ભટિંડા એરબેસ દ્વારા સંચાલિત સ્ક્વાડ્રનને 2016માં ભારત દ્વારા બનાવેલા મિગ 21 જેટ વિમાનોનો તબક્કાવાર ઉપયોગ કર્યા પછી ભંગ કરી દેવામાં આવ્યો હતો.
17 સ્ક્વૉડ્રનને 1951માં બનાવાયો હતો. જે શરુઆતમાં ડેહવ્લિલેૈંડ વૈમ્પાયર એફ.એમના 52 વિમાન ઉડવાતુ હતો.
ભારતને આશા છે કે, આ મહિનાના અંત સુધીમાં સેનાને રાફેલ જેટ મળી જશે. ભારતીય સેનાએ લડાયક વિમાન રાફેલના સ્વાગત માટેની વ્યવસ્થા ઉભી કરવા સાથે પાયલટોને તાલીમ આપવાની તૈયારીઓ કરી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, વિમાનનું પહેલુ સ્ક્વૉડ્રન અંબાલા એરબેસ સ્ટેશનમાં તૈનાત કરાશે. જે દેશના મહ્ત્વપૂર્ણ એરબેસમાંથી એક છે. અહીંથી પાકિસ્તાનની સીમા માત્ર 220 કિલોમીટર દુર છે. આ ઉપરાંત બીજુ સ્ક્વાડ્રન પશ્ચિમ બંગાળના હસીમારા એરબેસમાં તૈનાત રહેશે.
ભારતે ફ્રાંસ સરકાર પાસે સપ્ટેમ્બર 2018માં 58 હજાર કરોડ રુપિયામાં 36 રાફેલ જેટ ખરીદ્યા છે. રાફેલની સાથે ઈઝરાયેલી હેલમેટ-માઉંટેડ ડિસ્પ્લે, રડાર ચેતવણી રિસીવર, કમ બૈંડ જૈમર, 10 કલાક સુધીની ઉડ્ડયન ડેટા રેકોર્ડિંગ, ઈન્ફ્રા-રેડ સર્ચ અને ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.