ETV Bharat / bharat

આઝાદની રાજ્યસભાની અવધિ ફેબ્રુઆરી-2021માં પૂર્ણ થશે, ભવિષ્ય અંગે અટકળો

author img

By

Published : Sep 2, 2020, 1:33 PM IST

કૉંગ્રેસમાં ૨૩ વરિષ્ઠ નેતાઓએ અસંમતિનો પત્ર લખ્યો તેના કારણે મચેલા ખળભળાટના દિવસો પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદની ભવિષ્યની ભૂમિકાઓ અંગે અટકળો પક્ષનાં વર્તુળોમાં થવી શરૂ થઈ ગઈ છે. આઝાદની રાજ્યસભાની પાંચમી અવધિ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પૂરી થશે અને સંસદના ઉચ્ચ ગૃહમાં તેમની પુનઃચૂંટણી કરાવવી પક્ષના પ્રબંધકો માટે હવે લગભગ અસંભવ હશે.

azads-future
આઝાદની રાજ્યસભાની અવધિ ફેબ્રુઆરી-2021માં પૂર્ણ થશે

નવી દિલ્હી: કૉંગ્રેસમાં ૨૩ વરિષ્ઠ નેતાઓએ અસંમતિનો પત્ર લખ્યો તેના કારણે મચેલા ખળભળાટના દિવસો પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદની ભવિષ્યની ભૂમિકાઓ અંગે અટકળો પક્ષનાં વર્તુળોમાં થવી શરૂ થઈ ગઈ છે. આઝાદની રાજ્યસભાની પાંચમી અવધિ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પૂરી થશે અને સંસદના ઉચ્ચ ગૃહમાં તેમની પુનઃચૂંટણી કરાવવી પક્ષના પ્રબંધકો માટે હવે લગભગ અસંભવ હશે.

પુડુચેરીમાં કંઈક અંશે સંભાવના છે. અહીં એઆઈડીએમકેના એન. ગોકુલક્રિષ્નન દ્વારા પ્રતિનિધિત્વ પામેલી બેઠક ઑક્ટોબર ૨૦૨૧માં ખાલી પડશે પરંતુ આવતા વર્ષે મેમાં જો કૉંગ્રેસ સત્તામાં પાછી ફરે તો જ આ વિકલ્પ શક્ય છે. આનો અસરકારક અર્થ એવો થયો કે આઝાદે માર્ચ ૨૦૨૨માં રાજ્યસભા ચૂંટણીના નવા તબક્કાની રાહ જોવી પડશે અને જો અનુકૂળ જગ્યા પ્રવર્તતી હોય તો જ તેઓ ઉપલા ગૃહમાં પુનઃ પ્રવેશી શકશે. આ સંભાવનાઓ ઝાંખી જણાય છે તેમ સૂત્રોએ કહ્યું.

રાજ્યસભામાં, આઝાદ જમ્મુ-કાશ્મીરના અગાઉના રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેને વર્ષ ૨૦૧૯માં લદ્દાખની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું. જોકે તાજેતરમાં વડા પ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થશે, પરંતુ તે માર્ચ ૨૦૨૧ સુધીમાં મતવિસ્તારોના સીમાંકન પછી જ શક્ય બનશે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૨૦૧૪માં આઝાદની રાજ્યસભા ચૂંટણીમાં પુનઃ ચૂંટણી અંગે ભારે રહસ્ય હતું જ્યારે આ ચતુર રાજકારણી નેશનલ કૉન્ફરન્સના ધારાસભ્યોનો ટેકો મેળવવામાં સફળ નિવડ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સ્પર્ધાની બહાર હોવાથી, કૉંગ્રેસના પ્રબંધકો માટે તેમને બીજા કોઈ રાજ્યમાંથી પુનઃ ચૂંટાવી લાવવા લગભગ અસંભવ છે.

અત્યારે કૉંગ્રેસનું શાસન પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢમાં છે જ્યાં પ્રતિનિધિઓ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. અન્ય રાજ્યો જ્યાં કૉંગ્રેસ વિપક્ષમાં છે પરંતુ નોંધપાત્ર સંખ્યામાં તેના ધારાસભ્યો છે તે છે કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ગુજરાત પરંતુ ત્યાં પણ ઉપલા ગૃહમાં પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્રમાંથી પણ કોઈ આશા નથી જ્યાં કૉંગ્રેસ શિવસેના-એનસીપી-કૉંગ્રેસ મોરચાનો ભાગ છે કારણકે આ પશ્ચિમી રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે.

આઝાદના ઉપલા ગૃહમાં પુનરાગમન પર ચાલતી અટકળો અને અસંતુષ્ટોની યાદીમાં અગ્ર રૂપે તેમનું નામ હોવું આ બંને વચ્ચે કોઈ દેખીતી કડી નથી પરંતુ આવતા વર્ષે ફેબ્રુઆરી પછી એક વાર રાજ્યસભાનું સભ્ય પદ જતું રહે અને વિપક્ષના નેતાનો દરજ્જો પણ ગુમાવાય તે પછી આ ચતુર રાજકારણી માટે જીવન સરળ ન પણ હોઈ શકે, તેમ પક્ષની અંદરના લોકોએ કહ્યું હતું. તે પછી આઝાદ પાસે એઆઈસીસીના મહા મંત્રી અને હરિયાણાના પ્રભારીનો હોદ્દો જ રહી જશે જે તેમને વર્ષ ૨૦૧૯માં મળ્યો હતો. તે પહેલાં આઝાદને વર્ષ ૨૦૧૬માં ઉત્તર પ્રદેશના એઆઈસીસીના પ્રભારી બનાવાયા હતા અને વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે મહત્ત્વના રાજ્યમાં પક્ષને બેઠો કરવાની જવાબદારી સોંપાઈ હતી. તેમના કાર્યભાર હેઠળ કૉંગ્રેસે સમાજવાદી પક્ષ સાથે હાથ મેળવવાનો નિર્ણય કર્યો. આ પગલું આફતરૂપ સાબિત થયું, તેમ પક્ષના વ્યૂહરચનાકારો યાદ કરે છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નિર્મલ ખત્રીએ અસંમતિના પત્ર પર આઝાદની ટીકા કરી ત્યારે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કૉંગ્રેસના નબળા દેખાવની યાદ અપાવી હતી. ઉત્તર પ્રદેશ એકમના અન્ય એક નેતા નસીબ પઠાણે આ મુદ્દે આઝાદને કાઢી મૂકવા માગણી કરી હતી. પક્ષની અંદરના લોકો કહે છે કે કૉંગ્રેસ પ્રમુખના પદથી લઈને જિલ્લા સ્તર સુધીના લોકોની આંતરિક ચૂંટણીની માગ કરી રહેલા જૂથ પાછળ તેમનું વજન નાખવાનું ચાલુ રાખવું આઝાદ માટે સરળ નહીં હોય.

અત્યારે કૉંગ્રેસનાં કામચલાઉ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, જેઓ અધ્યક્ષ તરીકે પાછા આવી શકે છે, તેમણે આઝાદને ખાતરી આપી છે કે તેમણે ઉઠાવેલા મુદ્દાઓનો હલ કાઢવામાં આવશે. પરંતુ નજીકના ભવિષ્યમાં એઆઈસીસીમાં કોઈ નાની એવી પુનર્રચનામાં પણ હરિયાણાનો પ્રભાર સોનિયા-રાહુલ નિષ્ઠાવાન પાસે જઈ શકે છે કારણકે રાહુલ ગાંધીના વિશ્વાસુ સાથી અજય માકનને એકાએક અવિનાશ પાંડેની જગ્યાએ રાજસ્થાનના એઆઈસીસીના પ્રભારી બનાવી દેવાયા છે. અવિનાશ પાંડેના પ્રભારમાં પક્ષે જુલાઈમાં બીજા પ્રકારના અસંતોષનો સામનો કર્યો હતો. પક્ષમાં ચર્ચાઈ રહેલો બીજો એક મુદ્દો એ છે કે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે આઝાદના સ્થાને કોણ આવશે.

ટૅક્નિકલી, આ પદ આનંદ શર્મા પાસે જશે જેઓ લાંબા સમયથી આઝાદના નાયબ તરીકેની ભૂમિકા ભજવતા આવ્યા છે અને તેઓ આ મહત્ત્વના સંસદીય પદ પર સ્વાભાવિક દાવેદાર બનશે. જોકે આનંદ શર્મા પોતે પણ અસંમતિના પત્ર પર હસ્તાક્ષર કરનાર એક નેતા છે તે હકીકતને જોતાં તેમને બઢતી અપાય તેવી સંભાવનાઓ મર્યાદિત બને છે, તેમ પક્ષના આંતરિક લોકોએ કહ્યું. શર્માની રાજ્યસભાની અવધિ એપ્રિલ ૨૦૨૨માં સમાપ્ત થાય છે. જ્યારે પક્ષના પ્રબંધકો આ મુદ્દે તેમનું માથું ખુંપાવવા ઈચ્છુક નથી, ત્યારે કર્ણાટકના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, જેઓ આ વર્ષે ઉપલા ગૃહમાં ચૂંટાઈ આવ્યા છે અને જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ૨૦૧૬ સુધી રહેશે તેમનું નામ પક્ષનાં વર્તુળોમાં અનૌપચારિક રીતે ચર્ચાઈ રહ્યું છે

સોનિયાના નિષ્ઠાવાન ખડગેનું નામ અસંતુષ્ટોની યાદીમાં નથી તે હકીકત નવ વખત ધારાસભ્ય રહેલા અને બે વખત લોક સભાના સભ્ય રહેતા તેમજ પૂર્વ યુપીએ પ્રધાન રહેલા દલિત નેતા ખડગેની ઉમેદવારમાં કેટલુંક વજન ચોક્કસ ઉમેરશે.

- અમિત અગ્નિહોત્રી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.