જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. પક્ષના ધારાસભ્ય વિશ્વેદ્ર સિંહ અને ધારાસભ્ય ભંવરલાલ શર્માને કોંગ્રેસે પક્ષના સભ્ય પદ પરથી સસ્પેન્ડ કર્યા છે. આ વચ્ચે સામે આવતી માહિતી મુજબ કોંગ્રેસના મુખ્ય ફરીયાદી મહેશ જોશીએ SOGમાં ધારાસભ્ય ભંવરલાલ શર્મા, સંજય જૈન અને ગજેન્દ્ર સિંહ શેખાવત વિરૂદ્ધ કથિત ઓડિયો મામલે ફરીયાદ દાખલ કરી છે. પક્ષના સુત્રોનું કહેવુ છે કે શેખાવત કેન્દ્રીય પ્રધાન છે કે કોઇ અન્ય, તેની પણ તપાસ થશે.
મહેશ જોશીએ કહ્યું કે તેઓએ આ ઘટનામાં SOGને ગુરૂવારે જ ફરીયાદ કરી છે. SOG FIR દાખલ કરવાની પ્રક્રિયા અનુસાર આજે FIR દાખલ કરશે. જોશીએ વધુ જણાવતા કહ્યું કે ઓડિયોમાં જે અવાજ છે, તે ભંવરલાલ શર્માનો છે, જે અમે સારી રીતે જાણીએ છીએ.
જોકે, તેઓએ ગજેન્દ્ર સિંહ શેખાવતની આઇડેંટિટી ક્લીયર કરી નથી. જોશીએ કહ્યું કે જે પણ ગજેન્દ્ર સિંહ શેખાવત હશે, તેના વિરૂદ્ધ SOGની તપાસમાં સામે આવશે. પરંતુ આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ લઇ સરકારને પાડવામાં તેની ભાગીદારી હોવાનું જણાવ્યું હતું.
સંજય સિંહની પુછપરછ
આ વચ્ચે ધારાસભ્યની ખરીદીને લઇ SOGએ ગૂરૂવારે જયપુરમાં રહેનાર સંજય જૈનની ધરપકડ કરી અને 12 કલાકથી પણ વધુ પુછપરછ કરી હતી.