ETV Bharat / bharat

ભારતીય જુગાડઃ રાજસ્થાનની પોલીસ મિત્ર ટીમે બનાવ્યું "હોમિયોપેથિક સેનેટાઈઝર" - પોલીસ મિત્ર ટીમ જયપુર

કોરોનાથી બચવા માટે સૌથી મહત્વપૂર્ણ છે સેનેટાઈઝર. ફક્ત હાથ સાફ કરવાથી કામ નહિ ચાલે. જયપુરની બગરુ પોલીસે 72 કલાકમાં એક એવું મશીન બનાવ્યું છે જે પૂરા વ્યક્તિના શરીરને સેનેટાઈઝ કરશે.

police-made-sanitizer-machine-in-jaipur
"હોમિયોપેથિક સેનેટાઈઝર"
author img

By

Published : Apr 3, 2020, 7:28 PM IST

જયપુર : કોરોનાથી લડવા માટે સૌથી મહત્વપૂર્ણ છે માસ્ક અને સેનેટાઈઝર. અત્યાર સુધી લોકો સેનેટાઈઝરનો ઉપયોગ ફક્ત હાથ સાફ કરવા સુધી સીમિત રાખતા હતા. પરંતુ ઘણાં લોકોને એ ખબર નથી કે, કોરોના વાઈરસ શરીરના બીજા હિસ્સાઓને પણ સંક્રમિત કરી શકે છે. જયપુરની બગરુ પોલીસે એક એવી મશીન બનાવી છે જે આખા શરીરને સેનેટાઈઝ કરી શકે છે.

બગરુની પોલીસ અને સહયોગી ટીમ પોલીસ મિત્ર દ્વારા એક એવું મશીન બનાવવામાં આવ્યું છે, જે પાંચ સેકંડમાં વાહન અને તેના ઉપર બેઠેલા વ્યક્તિને સેનેટાઈઝ કરી શકે છે. પોલીસ મિત્રના આ પ્રયાસને લોકો વખાણી રહ્યાં છે.

પોલીસ અધિકારી બ્રજભૂષણ અગ્રવાલે કહ્યું કે, તુર્કીમાં આવું એક વ્હીકલ સેનેટાઈઝર તૈયાર કરવામાં આવ્યું છે. જેનો વીડિયો જોઈને અમે બગરુ પોલીસ મિત્ર ટીમ સાથે ચર્ચા કરી. ટીમ દ્વારા ફક્ત 3 દિવસમાં વ્હીકલ સેનેટાઈઝરને તૈયાર કરવામાં આવ્યું છે.

કેવી રીતે કરશે કામ

આ મશીન એક લોખંડનું કેબિન છે. ટુ-વ્હીલર વાહન ચાલકને તેમાંથી પસાર થવું પડશે. માત્ર પાંચ સેકંડ માટે તેણે કેબિનમાં રોકાવું પડશે. પોલીસ મિત્ર દ્વારા એક સ્વીચ દબાવવામાં આવશે, ત્યારબાદ તેના ઉપર સેનેટાઈઝરનો સ્પ્રે કરવામાં આવશે. પાંચ સેકંડ પછી સ્પ્રે બંધ થઈ જશે.

72 કલાકમાં તૈયાર થયું મશીન

પોલીસ મિત્ર અજય ઘડીવાલે કહ્યું કે, આ મશીન બનાવવામાં તેમને 3 દિવસનો સમય લાગ્યો. લૉકડાઉન હોવાથી સામાન મળવો મુશ્કેલ હતો. પરંતુ બધી સમસ્યાઓને પાર કરીને અમે આ મશીન બનાવ્યું છે.

હોમિયોપેથિક સેનેટાઈઝર

પોલીસ મિત્ર અબ્દુલ હમીદ, રંગરેજ, ઝાકિર હુસૈન, કમરુદ્દીન લુહાર, શકીલ પેઈન્ટર અને સુરેશ કુમાવત દ્વારા આ મશીનને બનાવવામાં આવ્યું છે. આ સેનેટાઈઝર હોમિયોપેથિક છે. આ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાથી બળતરા થતી નથી અને શરીરને કોઈ પણ નુકસાન થતું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.