ETV Bharat / bharat

કારગિલના પહાડ પર તિરંગો લહેરાવનારા સુમેર સિંહ આજે પણ રાજસ્થાનમાં પૂજાય છે ! - કારગીલ યુદ્ધ

ચૂરુ (રાજસ્થાન): કારગીલ યુદ્ધની વાત કરીએ તો રાજસ્થાનના શેખાવટીના 36 જવાનોએ પોતાની શહાદતો આપી સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ રોશન કર્યું છે. અહીં ગામે ગામે લાગેલી શહીદોની મૂર્તિઓ ચૂરુના લોકોની દેશભક્તિથી રુબરુ કરાવે છે. આ મૂર્તિઓ આવનારી પેઢીને પણ દેશ માટે શહીદ થવાની પ્રેરણા આપે છે. આવા જ એક વીર હતા દૂધવાખારાના કારગીલ શહીદ સુમેર સિંહ રાઠોડ..

kargil vijay divas
author img

By

Published : Jul 26, 2019, 2:32 PM IST

રાજપુતાના રાઇફલમાં તૈનાત સુમેર સિંહ રાઠોડે પોતાના જીવની પરવા કર્યા વગર તેમણે પોતાના સાથીઓની સાથે કારગિલમાં તેલોલિંગ પહાડીને દુશ્મનોના શકંજામાંથી આઝાદ કરાવી હતી. મે 1999માં કારગિલમાં ઓપરેશન વિજય અભિયાન દરમિયાન સુમેર સિંહની પોસ્ટિંગ કારગિલમાં કરવામાં આવી હતી.

પાકિસ્તાની ઘુસણખોરોએ ભારતની ચોકીઓ પર કબ્જો કરી લીધો હતો, જેમાંથી એક તેલોલિંગ પહાડ પણ હતો. 15000 ફુટ ઉંચા બરફના પહાડ પર પહોંચી તેમણે દુશ્મનોનો સામનો કર્યો હતો, દુશ્મનોને ધૂળ ચટાવી આખરે તેલોલિંગ પહાડ પર ત્રિરંગો ફરકાવ્યો હતો.

શહીદ સુમેર સિંહ રાઠોડમાં દેશભક્તિની ભાવના હતી, તે સાથે તેમને રમત ગમત, જીમ અને સામાજિક કાર્યો કરવા પણ ખૂબ ગમતા હતા.

15 ઓગસ્ટ 1955ના રોજ ચુરુના દુધવાખારામાં જન્મેલા સૂમેર સિંહે ગામની શાળામાંથી જ શિક્ષણ મેળવ્યું હતું. અભ્યાસની સાથે તેમને રમતમાં પણ રસ હતો. 1971 માં ભારત-પાક યુદ્ધ દરમિયાન રેડિયો પર વીર જવાનોની કિસ્સા સાંભળી તેમણે દેશની સેવા માટે સેનામાં જવાની કલ્પના કરી. ત્યાર બાદ 26 એપ્રિલ 1975માં સુમેર સિંહ રાજપૂતના રાયફલ્સમાં ભરતી થયા. 13 જૂન 1999ના રોજ તેલોલિંગ પહાડ પર દુશ્મનો સાથે લડતા તેઓ શહીદ થયા હતા.

શહીદ સુમેર સિંહ રાઠોડના દુધવાખારા સ્થિત સ્મૃતિ સ્થળ પર 13 જૂનના દિવસે તેમની શહીદીના દિવસે ત્યાં મેળો ભરાય છે. તેમના સન્માનમાં ગામની રાજકિય બાલીકા ઉચ્ચ વિદ્યાલયનું નામ પણ રાખવામાં આવ્યું છે.

ચુરુ નગર પરિષદમાં સૈનિક બસ્તી ચુરુમાં એક પાર્કનું નામકરણ પણ શહીદ સુમેર સિંહ રાઠોડના નામથી કરવામાં આવ્યું છે. તેમના નામે ગામમાં એક મંદિર પણ બનાવવામાં આવેલું છે, જ્યાં બે ટાઈમ તેમના ફોટાની પૂજા કરવામાં આવે છે.

દુધવાખારાના સરપંચ મહાવીર સિંહ રાઠોડ જણાવે છે કે, તેઓ એક બહાદુર સિપાહી હતા. તે સૌથી સાથે લઇને ચાલનારા વ્યકિત હતા.

હાલમાં દુધવાખારામાં સ્થિત પોલીસ કોન્સટેબલ સોમવીર સિંહ જણાવે છે કે, તેઓ બહાદુર સિપાહી હતા. તેમની સામે બે જવાનો શહીદ થયા હતા. તેમના હાથમાં ગોળી વાગી હતા તે છતા તેઓ દુશ્મનો સાથે લડતા રહ્યા અને શહીદ થયા.

તેમના પુત્ર નરેન્દ્ર સિંહ રાઠોડ જણાવે છે કે, પપ્પા હંમેશા ભણવા માટે પ્રોત્સાહન આપતા હતા અને રમત ગમતમાં ધ્યાન રાખવાનું કહેતા હતા. તેઓ રજા લઈને ઘરે આવતા ત્યારે ગામના બાળકો સાથે રમતા હતા. અમને ગર્વ છે કે તેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું.

Intro:Body:

સુમેર સિંહ રાઠોડ જેમને હાથ પર ગોળી વાગ્યા છતા પણ દુશ્મનો સાથે લડતા રહ્યા અને તેલોલિંગ પહાડ પર ત્રિરંગો ફરકાવ્યો

 શહીદ સુમેર સિંહ રાઠોડ, રાજપુતાના રાઇફલ, Rajasathan's Churu, કારગીલ યુદ્ધ, Kargil war

Special story for kargil vijay divas

ચૂરુ : કારગીલ યુદ્ધની વાત કરીએ તો શેખાવટીના 36 જવાનોએ પોતાની શહાદતો આપી સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ રોશન કર્યું છે. અહીં ગામે ગામે લાગેલી શહીદોની મૂર્તિઓ ચૂરુના લોકોની દેશભક્તિથી રુબરુ કરાવે છે. આ મૂર્તિઓ આવનારી પેઢીને પણ દેશ માટે શહીદ થવાની પ્રેરણા આપે છે. આવા જ એક વીર હતા દૂધવા ખારાના કારગીલ શહીદ સુમેર સિંહ રાઠોડ..

રાજપુતાના રાઇફલમાં તેનાત સુમેર સિંહ રાઠોડે પોતાના જીવની પરવાહ કર્યા વગર તેમણે પોતાના સાથીઓની  સાથે કારગિલમાં તેલોલિંગ પહાડીને દુશ્મનોના શકંજામાંથી આઝાદ કરાવી હતી. મે 1999માં કારગિલમાં ઓપરેશન વિજય અભિયાન દરમિયાન સુમેર સિંહની પોસ્ટિંગ કારગિલમાં કરવામાં આવી હતી.

પાકિસ્તાની ઘુસણખોરોએ ભારતની ચોકીઓ પર કબ્જો કરી લીધો હતો , જેમાંથી એક તેલોલિંગ પહાડ પણ હતો. 15000 ફુટ ઉંચા બરફના પહાડ પર પહોંચી  તેમણે દુશ્મનોનો સામનો કર્યો હતો, દુશ્મનોને ધુળ ચટાવી આખરે તેલોલિંગ પહાડ પર ત્રિરંગો ફરકાવ્યો.

શહીદ સુમેર સિંહ રાઠોડમાં દેશભક્તિની ભાવના હતી તે સાથે તેમને રમત ગમત, જીમ અને સામાજિક કાર્યો કરવા પણ ખુબ ગમતા હતા. 

15 ઓગસ્ટ 1955ના રોજ ચુરુના દુધવાખારામાં જન્મેલા સૂમેર સિંહે ગામની શાળામાંથી જ શિક્ષણ મેળવ્યું હતું. અભ્યાસની સાથે તેમને રમતમાં પણ રસ હતો. 1971 માં ભારત-પાક યુદ્ધ દરમિયાન રેડિયો પર વીર જવાનોની કિસ્સા સાંભળી તેમણે દેશની સેવા માટે સેનામાં જવાની કલ્પના કરી. ત્યાર બાદ 26 એપ્રિલ 1975માં સુમેર સિંહ રાજપૂતના રાયફલ્સમાં ભરતી થયા. 13 જૂન 1999ના રોજ તેલોલિંગ પહાડ પર દુશ્મનો સાથે લડતા તેઓ શહીદ થયા હતા.

શહીદ સુમેર સિંહ રાઠોડના દુધવાખારા સ્થિત સ્મૃતિ સ્થળ પર 13 જૂનના દિવસે તેમની શહીદીના દિવસે ત્યાં મેળો ભરાય છે. તેમના સન્માનમાં ગામની રાજકિય બાલીકા ઉચ્ચ વિદ્યાલયનું નામ પણ રાખવામાં આવ્યું છે.

ચુરુ નગર પરિષદમાં સૈનિક બસ્તી ચુરુમાં એક પાર્કનું નામકરણ પણ શહીદ સુમેર સિંહ રાઠોડના નામથી કરવામાં આવ્યું છે. તેમના નામે ગામમાં એક મંદિર પણ બનાવવામાં આવેલું છે જ્યાં બે ટાઇમ તેમના ફોટાની પુજા કરવામાં આવે છે.

દુધવાખારાના સરપંચ મહાવીર સિંહ રાઠોડ જણાવે છે કે, તેઓ એક બહાદુર સિપાહી હતા. તે સૌથી સાથે લઇને ચાલનારા વ્યકિત હતા. 

હાલમાં દુધવાખારામાં સ્થિત પોલીસ કોન્સટેબલ સોમવીર સિંહ જણાવે છે કે, તેઓ બહાદુર સિપાહી હતા. તેમની સામે બે જવાનો શહીદ થયા હતા. તેમના હાથમાં ગોળી વાગી હતા તે છતા તેઓ દુશ્મનો સાથે લડતા રહ્યા અને શહીદ થયા.

તેમના પુત્ર નરેન્દ્ર સિંહ રાઠોડ જણાવે છે કે, પપ્પા હંમેશા ભણવા માટે પ્રોત્સાહન આપતા હતા, અને રમત ગમતમાં ધ્યાન રાખવાનું કહેતા હતા. તેઓ રજા લઇને ઘરે આવતા ત્યારે ગામના બાળકો સાથે રમતા હતા, અમને ગર્વ છે કે તેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણનું  બલિદાન આપ્યું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.