ભોપાલ : રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક વ્યકિત દ્વારા મહિલાને મારપીટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં જોવા મળતા તે પુરુષ મધ્યપ્રદેશ પોલીસના એક વરિષ્ઠ આઇપીએસ અધિકારી છે. આ આઇપીએસ અધિકારી તેમની પત્નીને મારપીટ કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ અધિકારી કોઇ અન્ય મહિલા સાથે રંગેહાથે પકડાઇ ગયા હોવાથી તે વાતને લઇને વિવાદ થયો હતો.
વાઇરલ વીડિયોમાં વરિષ્ઠ આઇપીએસ અધિકારી પોતાની પત્નીને બેરહમીપૂર્વક મારપીટ કરી રહેલા જોવા મળે છે. આ દરમિયાન ઘરમાં હાજર બે વ્યકિત મહિલાને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો મહિલાના પુત્રએ પ્રદેશના ગૃહપ્રધાન, મુખ્ય સચિવ અને ડીજીપીને પણ મોકલવામાં આવ્યો છે. તેની સાથે તેણે પિતા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયો બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગઇ હતી. કારણ કે, આ અધિકારીનું નામ રાજધાનીના હનીટ્રેપ કેસમાં પણ જોડાઇ ચૂક્યું છે. પરંતુ તે દરમિયાન કોઇ હકીક્ત સામે આવી નથી. ઇટીવી ભારત પણ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ વાઇરલ થયેલ વીડિયોની ઘટના રવિવાર બપોરના 2:49 વાગ્યાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અધિકારી કોઇ અન્ય મહિલાના ઘર પર હતો. જેની જાણકારી પત્નીને મળી ગઇ હતી. ત્યારબાદ પત્નીએ તે મહિલાના ઘરે પહોંચીને વિવાદ કરતા આઇપીએસે પત્નીને મારપીટ કરી હતી.