નવી દિલ્હી: સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં થયેલી હિંસાને લઈને તેમની ટીમ ષડયંત્ર અને ફન્ડિંગને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આ દરમિયાન તેણે જામિયાના વિદ્યાર્થી મીરાજ હૈદરની ધરપકડ કરી હતી. સોમવારે વિશેષ સેલની ટીમે મિરાજના ઘર પર રેઇડ પાડી હતી, જ્યાંથી એક શંકાસ્પદ રજિસ્ટર મળી આવ્યું છે. આ રજિસ્ટરમાં ગત જાન્યુઆરીમાં તેના ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા અને કોને કેટલા લોકોને પૈસા આપવામાં આવ્યા છે, તે વિશેની માહિતીનો ઉલ્લેખ રજિસ્ટરમાં છે. હાલ આ રજિસ્ટર સ્પેશિયલ સેલ દ્વારા તપાસ માટે કબજે કરાયું છે. તેમન કેહવા પ્રમાણે, તેને ફોરેન્સિક લેબમાં મોકલાશે, જેમાં તેની હસ્તાક્ષર તપાસશે. આ તપાસ બાદ જાણ થશે કે, આ મીરાજ દ્વારા લખાયું છે કે નહીં.
દિલ્હી સ્પેશિયલ સેલે મીરાજ હૈદરના ઘરે દરોડો પાડી એક રજિસ્ટર અને 5 લાખ રૂપિયા કબજે કર્યા - special cell seized register
સોમવારના રોજ જામિયાના વિદ્યાર્થી મીરાજ હૈદરના ઘર પર સ્પેેેશિયલ સેલએ રેઇડ પાડી હતી. અહીંથી પોલીસે આશરે અઢી લાખ રૂપિયા રોકડા અને એક રજિસ્ટર કબજે કર્યું છે. પ્રાથમિક તપાસમાં, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે, હિંંસા માટે ખાડી દેશમાંથી લગભગ 5 લાખ રૂપિયા મિરાજના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા. જેને લઈને સ્પેશિયલ સેલની ટીમ આની તપાસ કરી રહી છે.