ETV Bharat / bharat

બાલુ : બહુમુખી પ્રતિભાના સ્વામી અને અજોડ ગાયક - પંડિતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ

શ્રીપાઠી પંડિતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ. અજાણ્યું લાગતું નામ બીજા કોઇનું નહીં, બલ્કે આપણે જેમને પ્રેમથી બાલુ તરીકે ઓળખીએ છીએ, તે એસ.પી. બાલાસુબ્રમણ્યમનું છે. તેઓ ગાન ગંધર્વ છે, જેમણે તેમની બેજોડ મેલોડી અને પ્રતિભા થકી હજ્જારો ગીતોને જીવંત કરી દીધાં. આ પ્રતિભાએ તેલુગુ ગીતોની સુવાસ વિશ્વભરમાં ફેલાવી. તેમનો જન્મ નેલ્લોરમાં અને ઉછેર ચેન્નઇમાં થયો હતો. તેઓ તેમના પ્રશંસકોનાં હૃદયમાં રાજ કરતા આવ્યા છે.

બહુમુખી પ્રતિભાના સ્વામી અને અજોડ ગાયક
બહુમુખી પ્રતિભાના સ્વામી અને અજોડ ગાયક
author img

By

Published : Sep 25, 2020, 1:28 PM IST

Updated : Sep 25, 2020, 3:05 PM IST

હૈદરાબાદ : શ્રીપાઠી પંડિતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ. અજાણ્યું લાગતું નામ બીજા કોઇનું નહીં, બલ્કે આપણે જેમને પ્રેમથી બાલુ તરીકે ઓળખીએ છીએ, તે એસ.પી. બાલાસુબ્રમણ્યમનું છે. તેઓ ગાન ગંધર્વ છે, જેમણે તેમની બેજોડ મેલોડી અને પ્રતિભા થકી હજ્જારો ગીતોને જીવંત કરી દીધાં. આ પ્રતિભાએ તેલુગુ ગીતોની સુવાસ વિશ્વભરમાં ફેલાવી. તેમનો જન્મ નેલ્લોરમાં અને ઉછેર ચેન્નઇમાં થયો હતો. તેઓ તેમના પ્રશંસકોનાં હૃદયમાં રાજ કરતા આવ્યા છે

એસ. પી. બાલાસુબ્રમણ્યમનો જન્મ 4થી જૂન, 1946ના રોજ નેલ્લોર ખાતે એસ પી સંબામૂર્તિ અને શ્રીમતી શકુંતલામ્માના ઘરે થયો હતો. તેમને બે ભાઇ અને પાંચ બહેનો છે. તે પૈકીનાં એક બહેન, એસ પી શૈલજા વિખ્યાત ગાયિકા છે. તેમનાં પત્નીનું નામ શ્રીમતી સાવિત્રી છે. તેમને ચરણ અને પલ્લવી એમ બે સંતાન છે. ગીતો સાથે પોતાની અજોડ કારકિર્દીને આગળ ધપાવનારા બાલુએ તેમનાં સંતાનોનાં નામ ગીતના બે મુખ્ય ઘટકો પરથી રાખ્યા છે – પલ્લવી અને ચરણમ. (કર્ણાટિક સંગીતમાં ગીતની શરૂઆતની લાઇન – મુખડાને પલ્લવી અને અંતરાને ચરણમ કહે છે).

સંગીતના સાત સૂર સારેગામા પ્રત્યે લગન ધરાવતા SPBએ ચેન્નઇમાં અભ્યાસ કરવા દરમિયાન સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. આમ, 1964માં, એક સંગીત સ્પર્ધામાં મહાન ગાયિકા ઘંતાશાલા અને મ્યુઝિક ડિરેક્ટર કોડંડાપાની દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને પ્રથમ ઇનામ મેળવ્યું. ત્યાંથી ફિલ્મ સંગીત ક્ષેત્રે તેમની સન્માનજનક કારકિર્દીનો પ્રારંભ થયો. બાલુએ 1966માં શ્રી શ્રી મર્યાદા રમન્ના માટે તેમનું પ્રથમ ગીત ગાયું, જેના સંગીતકાર કોડન્ડાપાની હતા. આગળ જતાં બાલુએ મ્યુઝિક સ્ટુડિયો ઊભો કર્યો અને પોતાના ગુરુ કોડન્ડાપાનીના નામ પરથી તેનું નામ પાડ્યું. 1966માં શરૂ થયેલી આ સફર 54 વર્ષથી વિના વિઘ્ને ચાલતી આવી, જે ભારતીય ફિલ્મ સંગીતના ઇતિહાસનો એક રેકોર્ડ છે.

બાલુએ તેમની કારકિર્દીમાં 40,000 કરતાં વધુ ગીતો ગાયાં છે. તેનો અર્થ એ કે, પ્રત્યેક દિવસમાં 2.5 ગીત અને પ્રત્યેક વર્ષે 930 ગીતો ગાયાં છે. ફિલ્મ ઉદ્યોગનો આ એક અલગ રેકોર્ડ છે અને બાલુને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્ઝમાં પણ સ્થાન મળ્યું છે. તેમણે તેલુગુ, તમિળ, કન્નડા, મલયાલમ, હિંદી સહિત ભારતની 16 ભાષાઓમાં ગીતો ગાયાં છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ભારત-કેન્દ્રી આદિવાસી સમુદાય દ્વારા બોલવામાં આવતી દ્રવિડ ભાષા ગોંડુ ભાષામાં પણ એક ગીત ગાયું હતું.

બાલુનું કોઇપણ ગીત સાંભળો, તેમનાં ગીતો આપણને અલૌકિક વિશ્વમાં લઇ જાય છે. આટલી મોટી પ્રતિભા અને મેલોડી ધરાવનાર બાલુએ લગભગ તમામ રાગમાં ગીતો ગાયાં અને ગાયકીની તેમની રેન્જને જુદી-જુદી રીતે રજૂ કરી. એક બાળકથી લઇને વૃદ્ધ વ્યક્તિના અવાજમાં તેમણે તમામ પ્રકારનાં ગીતોમાં તેમની આગવી નિશાની છોડી હતી. એમ કહેવું અતિશયોક્તિભર્યું નહીં ગણાય કે, એસપી સાથે કોઇ સ્પર્ધા કરી શકે તેમ નથી. તેમણે તેમનું ઉત્કૃષ્ટ સ્તર પુરવાર કર્યું અને જ્યાં સુધી પૃથ્વી પર ફિલ્મ સંગીત રહેશે, ત્યાં સુધી એસપી બાલાસુબ્રમણ્યમનું પ્રદાન સ્મૃતિપટ પર અંકિત રહેશે.

1980માં રિલીઝ થયેલી ફિલ્મ શંકરભારણમ યાદગાર છે. ઓલટાઇમ ગ્રેટ ફિલ્મોમાં સ્થાન ધરાવતી ફિલ્મનું સંગીત પણ એટલું જ અવિસ્મરણીય છે. વાસ્તવમાં, ફિલ્મ અને તેના સંગીતને એકમેકથી વિખૂટાં પાડી શકાય તેમ નથી. બંને એકમેકમાં વણાયેલાં છે. બાલુએ કે વી મહાદેવનના નિર્દેશન હેઠળ બેનમૂન ગીતો ગાયાં અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. એસપીની સંગીત સફરને બે તબક્કામાં વહેંચી શકાય - ‘શંકરભારનમ પહેલાં’ અને ‘શંકરભારનમ પછી’. આ ગીતમાં તેમણે ગાયેલા ગીત બદલ તેમને પ્રથમ વખત શ્રેષ્ઠ ગાયક તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો. બીજા વર્ષે હિંદી ફિલ્મોને બાલુના મેલોડિયસ અવાજનો સ્વાદ ચાખવા મળ્યો. 1981માં રિલીઝ થયેલી ફિલ્મ એક દૂજે કે લિયેએ તેમને બીજો નેશનલ એવોર્ડ અપાવ્યો.

બાલુની કારકિર્દીની આ લાંબી સફરમાં એમ કહેવું સ્હેજ પણ અતિશયોક્તિભર્યું નહીં ગણાય કે, ગણ્યાગાંઠ્યા સંગીત નિર્દેશકોને બાદ કરતાં એવો કોઇપણ સંગીતકાર નથી, કે જેના માટે બાલુએ ગીતો ન ગાયાં હોય. તે જ રીતે, ભાગ્યે જ કોઇ એવો ગાયક કે ગાયિકા હશે, કે જેમની સાથે બાલુએ ગીતો ન ગાયાં હોય. બાલાસુબ્રમણ્યમે તમામ પ્રસિદ્ધ સંગીતકારો અને ગાયક-ગાયિકાઓ સાથે ગીતો ગાવાની તેમની સફર જારી રાખી. એનટીઆર, એએનઆરથી લઇને હાલના એનટીઆર જુનિયર, નાગ ચૈતન્ય જેવા કલાકારો માટે તેમણે ગીતો ગાયાં હતાં. ભાગ્યે જ કોઇ કલાકાર એવો હશે, જેના માટે બાલુએ ગીત ન ગાયું હોય. સંગીતકારો, ગાયકોનું એવું માનવું છે કે, બાલુને એક વખત મળવું પૂરતું છે.

SPB “ઇસઇજ્ઞાની” (સંગીત નિષ્ણાત) ઇલૈયા રાજા સાથે ખાસ સમીકરણ ધરાવે છે. ઇલૈયા રાજાએ તેમની કારકિર્દી શરૂ કરી, તેના ઘણા સમય પહેલાં તેમણે બાલુ સાથે કામ કર્યું હતું. તે દિવસોમાં ઇલૈયા રાજા બાલુને સાંગીતિક સહાય આપનારા ઓર્કેસ્ટ્રાના એક સભ્ય હતા. પરિણામે, જ્યારે ઇલૈયા રાજા મ્યુઝિક ડિરેક્ટર બન્યા, ત્યારે તેમણે બાલુ પાસે ઘણાં ગીતો ગવડાવ્યાં હતાં. 1970ના દાયકાથી લઇને 1990 સુધીમાં બાલુ અને જાનકીએ ઇલૈયા રાજાનાં મોટાભાગનાં ગીતોમાં સ્વર આપ્યો. આ ત્રણેય પ્રતિભાઓએ સાથે મળીને તમિલનાડુમાં સંગીત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો. આ પરંપરા લાંબા સમય સુધી અકબંધ રહી. હજી હમણાં સુધી, બાલુ અને રાજાએ સાથે મળીને મ્યુઝિકલ શો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંનેએ તેલુગુ ફિલ્મો સ્વાતિ મુત્યમ અને રુદ્ર વીણા માટે નેશનલ એવોર્ડ મેળવ્યા હતા.

આ ઉપરાંત, બાલુના નામે એક વણતૂટ્યો રેકોર્ડ છે. બાલુએ માત્ર એક જ દિવસમાં 21 ગીતો રેકોર્ડ કર્યાં હતાં, તેમની આ સિદ્ધિનું કોઇ દ્વારા પુનરાવર્તન કરવામાં આવ્યું નથી. 8મી ફેબ્રુઆરી, 1981ના રોજ સવારના નવ વાગ્યાથી લઇને રાતના નવ વાગ્યા સુધીના 12 કલાકમાં બાલુએ મ્યુઝિક ડિરેક્ટર ઉપેન્દ્ર કુમાર માટે 21 ગીતો રેકોર્ડ કરીને ઇતિહાસ રચી દીધો.

બાલુને તેમની પ્રતિભા બદલ અનેક એવોર્ડ અને સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. ગીતોમાં પ્રાણ ફૂંકવાનું કૌશલ્ય ધરાવતા બાલુએ તેમની સાંગીતિક સફરમાં છ નેશનલ એવોર્ડ મેળવ્યા હતા. તેમને તેલુગુમાં 24 નંદિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટક સરકાર દ્વારા પણ તેમને ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 2012માં તેમને એનટીઆર નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય ફઇલ્મ ઉદ્યોગમાં તેમણે આપેલા યોગદાનસ્વરૂપે 2016માં તેમનું સિલ્વર પિકોકથી બહુમાન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે 2001માં તેમને પદ્મશ્રીથી અને 2011માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

માત્ર ગાયકી ક્ષેત્રે જ નહીં, બલ્કે અન્ય ક્ષેત્રોમાં પણ તેમણે તેમની કાબેલિયત પુરવાર કરી હતી. તેમણે સંગીત નિર્દેશક તરીકે, કલાકાર તરીકે, અને ડબિંગ આર્ટિસ્ટ તરીકે તેમની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિંદી ભાષાની 46 ફિલ્મો માટે સંગીત નિર્દેશન કર્યું. તેમાંથી પદમાતી સંધ્યા રાગમ અને તૂર્પુ વેલ્લે રાયલુ જેવી ફિલ્મો ઘણી પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. તેમણે 72 ફિલ્મોમાં અભિનય કર્યો અને પાત્રોને જીવંત કર્યાં. માત્ર બે પાત્રો ધરાવતી મિધુનમ ફિલ્મ તેમની અભિનય પ્રતિભાનું સીમા ચિહ્ન છે અને એક અભિનેતા તરીકેની તેમની ક્ષમતાની સાક્ષી પૂરે છે. તે જ રીતે ,શુભસંકલ્પમ, ભામને સત્યા ભામને જેવી ફિલ્મો સાથે તેમણે એક આગવા નિર્માતા તરીકે ખ્યાતિ મેળવી હતી.

બાલુ આકસ્મિક રીતે જ ડબિંગના ક્ષેત્ર સાથે જોડાયા હતા. ક્રિએટિવ ડિરેક્ટર કે. બાલાચંદર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મનમાધા લીલા માટે તેમણે પ્રતિભાશાળી અભિનેતા કમલ હાસન માટે વોઇસ ઓવર આપ્યું. ત્યાર બાદ તેઓ કમલ હાસન માટે તેલુગુ ફિલ્મોના વોઇસ આર્ટિસ્ટ બન્યા. દશાવતારમ ફિલ્મ માટે તેમણે કમલે ભજવેલા દસમાંથી સાત રોલને પોતાનો અવાજ આપ્યો. અને એક પણ અવાજ બાકીના છ અવાજ કરતાં તદ્દન ભિન્ન હતો, જે સ્વયં એક સિદ્ધિ છે. તે ફિલ્મમાં બાલુએ પોતાની વિશિષ્ટ પ્રતિભાનો પરિચય આપતાં કમલે ભજવેલી એક વૃદ્ધાના રોલ માટે પણ બાલુએ પોતાનો સ્વર આપ્યો હતો. આ ઉપરાંત બાલુએ રજનીકાંત, જેમિની ગણેશન, વિષ્ણુ વર્ધન, સલમાન ખાન, ગિરીષ કર્નાડ જેવા કલાકારો માટે સ્વર આપ્યો હતો અને તેમની અભિનયની પ્રતિભાને ચાર ચાંદ લગાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો.

બાલુએ મહાત્મા ગાંધીની જીવન કથા પર આધારિત ફિલ્મ ગાંધી ફિલ્મના મુખ્ય અભિનેતા બેન કિંગસ્લે માટે પણ ડબિંગ કર્યું હતું. તે જ રીતે, જ્યારે શ્રી રામરાજ્યમ (તેલુગુ ફિલ્મ) તમિળ ભાષામાં ડબ કરવામાં આવી, ત્યારે તેમણે શ્રી રામ તરીકેના નંદમૂર્તિ બાલકૃષ્ણના રોલ માટે પણ ડબિંગ કર્યું હતું. ગાયક હોવા ઉપરાંત એક ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ તેમને નંદિ એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવ્યા છે. અન્નામૈયા અને શ્રી સાઇ મહિમા ફિલ્મો માટે તેમને ડબિંગ આર્ટિસ્ટ તરીકે એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મ પ્રોડક્શન હાઉસ ઊષા કિરણ દ્વારા નિર્મિત ફિલ્મો સાથે તેમનું વિશિષ્ટ જોડાણ રહ્યું છે. તેમણે આ પ્રોડક્શન હાઉસની કેટલીક ફિલ્મો માટે સંગીત પણ પીરસ્યું હતું. ઉપરાંત, તેમણે તેમની ફિલ્મો માટે ગીતો પણ ગાયાં હતાં. તેલુગુ પ્રત્યે વિશેષ લગાવ ધરાવનારા બાલુને તેલુગુને હંમેશા પ્રાથમિકતા આપનારા ઇનાડુ અને ઇટીવી સાથે ઘણો સારો સબંધ રહ્યો છે. તેઓ છેલ્લાં 25 વર્ષોથી બાળકો અને યુવાનોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે યોજાઇ રહેલા કાર્યક્રમ પદુતા તીયાગાના પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. આમ, તેમણે ઘણા પ્રતિભાશાળી ગાયકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને ફિલ્મ ઉદ્યોગમાં આ ગાયક-ગાયિકાઓના પ્રવેશનું શ્રેય બાલુને જાય છે. છેલ્લે, તેઓ જૂનાં અને નવાં કર્ણપ્રિય ગીતોને ઉજાગર કરતા ઇટીવીના પ્રસિદ્ધ કાર્યક્રમ સ્વરાભિષેકમ સાથે જોડાયા અને દર રવિવારે દરેક પ્રકારનાં ગીતો ગાઇને દર્શકો તથા પ્રશંસકોને મનોરંજન પૂરું પાડતા હતા.

બાલાસુબ્રમણ્યમે સામાજિક સેવા ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે અનેક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. જ્યારે કુદરતી હોનારતો સર્જાય, ત્યારે બાલુ ઘણાં ભંડોળ એકત્રિત કરવા માટેના કાર્યક્રમોમાં જોડાતા અને પોતાની સામાજિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા હતા.

Last Updated : Sep 25, 2020, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.