ETV Bharat / bharat

દિલો પર રાજ કરતો સ્વરઃ એસ.પી. બાલાસુબ્રમણ્યમ - બાલાસુબ્રમણ્યમનું નિધન

જાણીતા ગાયક બાલા સુબ્રમણ્યમને કોરોના ચેપ લાગવાથી 5 ઑગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમણે વીડિયો મેસેજ મૂકીને ચાહકોને જણાવ્યું હતું કે તેમની તબિયત સારી છે. બે અઠવાડિયા પછી તેમની તબિયત બગડવા લાગી અને તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. આજે તેમનું નિધન થયું છે.

એસ.પી. બાલાસુબ્રમણ્યમ
એસ.પી. બાલાસુબ્રમણ્યમ
author img

By

Published : Sep 25, 2020, 2:17 PM IST

Updated : Sep 25, 2020, 3:09 PM IST

હૈદરાબાદ : જાણીતા ગાયક બાલા સુબ્રમણ્યમને કોરોના ચેપ લાગવાથી 5 ઑગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમણે વીડિયો મેસેજ મૂકીને ચાહકોને જણાવ્યું હતું કે તેમની તબિયત સારી છે. બે અઠવાડિયા પછી તેમની તબિયત બગડવા લાગી અને તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. જોકે આજે તેઓ જીંદગી સામેની જંગ હારી ગયા અને તેમનું નિધન થયું છે.

સારવાર બાદ 7 સપ્ટેમ્બરે ફરી વાર તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે નેગેટિવ આવ્યો હતો. જોકે તે પછી પણ તેમની સારવાર ચાલી રહી હતી. તેમની સ્થિતિ તાજુક થતાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કોનેટામ્પેટા ગામમાં 4 જૂન, 1946ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું પૂરું નામ છે શ્રીપતિ પંડિતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ હતું. તેમને બે ભાઈઓ અને પાંચ બહેનો છે, તેમાંથી એસ.પી. શૈલજા પણ ગાયિકા છે.

તેમના પિતા કથાકાર હતા અને આંધ્રપ્રદેશના ગામોમાં ફરીને ગામના ચોકમાં હરિકથા કહેતા હતા. તેના કારણે નાનપણથી જ એસ.પી. બાલાસુબ્રમણ્યમને ગાયનની તાલીમ મળવા લાગી હતી.

તેમણે ક્યારેય કર્ણાટકી સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી, પરંતુ તેમના કાન એટલા સરવા હતા કે ગાયકીની નાનામાં નાની બારિકાઈને પકડીને શીખી જતા હતા. તેમણે કબૂલ્યું હતું કે, "મને શાસ્ત્રીય સંગીતનો કખગઘ આવડતો ન હતો"

તેઓ અનંતપુરની JNTUની એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ થયા હતા, પરંતુ અધવચ્ચે જ કૉલેજ છોડી દીધી. તેના બદલે ચેન્નઇ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સમાં દાખલ થયા અને ત્યાંથી સંગીત સ્પર્ધાઓમાં ભાગ લેતા થયા.

1963માં ચેન્નઈમાં એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેમના એક મિત્રએ સુગમ સંગીતની સ્પર્ધામાં તેમનું નામ નોંધાવી દીધું હતું. એસ.પી. બાલાસુબ્રમણ્યમમે તે માટે જાતે ગીત લખ્યું અને સ્વરબદ્ધ કર્યું હતું. આ ગીત તેમણે રજૂ કર્યું અને હજી પૂરું પણ નહોતું કર્યું ત્યાં નિર્ણાયકોએ તેમને વિજેતા જાહેર કરી દીધા.

તે સ્પર્ધામાં નિર્ણાયક તરીકે એસ.પી. કોડાનાપાની હતા. તેમણે બાલાને પોતાના શિષ્ય તરીકે લીધા અને તેમના માર્ગદર્શનમાં મશહૂર ગાયક બન્યા.

બાલાએ સંગીત મંડળીની રચના કરી હતી અને કાર્યક્રમો આપતા હતા. આગળ જતા પ્રસિદ્ધ સંગીતકાર બનેલા ઇલિયારાજા સાથે તેમની જોડી જામી હતી. તેમની ટીમમાં અનિરુત્ત હાર્મોનિયમ વગાડતા, જ્યારે ઇલિયારાજા ગિટાર અને ઇલિયારાજાના ભાઇ ભાસ્કર ડ્રમ અને તાલ વાદ્યો વગાડતા.

1966માં પ્રથમવાર તેલુગુ ફિલ્મ શ્રી શ્રી મર્યાદા રામાન્ના માટે, સંગીતકાર અને તેમના ગુરુ કોડાનાપાની સાથે ગીતો ગાયા હતા. જોકે તેમને ફિલ્મગાયક તરીકે વધારે પ્રસિદ્ધિ મળી 1969માં. એમ.જી. રામચંદ્રનની ફિલ્મ અદિમાઇ પેન બની રહી હતી ત્યારે તેમણે સંગીત નિર્દેશક કે.વી. મહાદેવનને ભલામણ કરીને બાલા પાસે ગીતો ગવડાવો. તેમનું પ્રથમ ગીત જ બહુ લોકપ્રિય થયું અને બાલાસુબ્રમણિયમની આગવી ઓળખ ઊભી થઈ.

તેમણે પ્રથમ તમિલ ગીત 1969માં ગાયું હતું, જેનું ફિલ્માંકન જેમીની ગણેશન પર થયું હતું. આ ગીત સાંભળીને જ રામચંદ્રને તેમની પાસે પોતાની ફિલ્મમાં ગીત ગવડાવ્યું હતું. તે પછી કન્નડ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો પણ તેમને મળવા લાગી. જોતજોતામાં તેલુગુ ફિલ્મોમાં તેઓ છવાઈ ગયા અને બીજા ગાયકોથી આગળ નીકળી ગયા.

બાલાસુબ્રમણિયમ ફિલ્મોમાં અભિનય પણ કરતાં થયા હતા અને એક સમયે એટલા વ્યસ્ત હતા કે કોઈ પણ યુવાન શરમાઈ જાય. સવારે 7થી 9 ગીતોનું રેકર્ડિંગ હોય. નવથી સાંજના છ સુધી શૂટિંગ ચાલે અને રાત્રે 6થી 10 સુધી વધુ ગીતોનું રેકોર્ડિંગ હોય.

એક જ દિવસમાં તેઓ ઘણા બધા ગીતોનું રેકર્ડિંગ કરાવી દેતા. રોજના એકથી વધુ ગીતો ગાવાના કારણે તેમના ગીતોની સંખ્યા વધતી જ ગઈ અને તેમના નામે જ સૌથી વધુ ગીતો ગાવાનો ગીનીસ બુક ઓફ રેકર્ડમાં બોલે છે.

તેઓ વર્ષે 930 ગીતો ગાતા એટલે કે રોજના 3 ગીતોની સરેરાશ થઈ. આ રીતે તેમણે કુલ 40,000થી પણ વધુ ગીતો ગાઇને રેકર્ડ કર્યો છે. 200થી વધુ ફિલ્મોમાં ગાયન ઉપરાંત તેમના પોતાના કેટલાય સંગીત આલ્બમ પણ તૈયાર થયા છે.

એક જ દિવસે સૌથી વધુ ગીતો ગાવાનો વિક્રમ પણ તેમના નામે જ છે. એક જ દિવસમાં 16 હિન્દી ગીતો, એક જ દિવસમાં 19 તમિલ ગીતો ગાવાનો વિક્રમ કર્યા પછી તેમણે તેનાથી ય આગળ વધીને એક દિવસના 21 ગીતોનો વિક્રમ કર્યો હતો. કન્નડ સંગીતકાર ઉપેન્દ્ર કુમાર સાથે તેમણે એક જ દિવસમાં 21 ગીતો રેકર્ડ કર્યા હતા.

ગીતો ગાવા સાથે તેમની અભિનય કારકિર્દી પણ ચાલવા લાગી હતી અને તેમણે 72 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ દક્ષિણની ચારેય ભાષાઓ સરળતાથી બોલી શકતા હતા. તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં એસપીએ કામ કર્યું હતું.

તેમણે સંગીત નિર્દેશક તરીકે પણ હાથ અજમાવ્યો અને તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં 46 ફિલ્મોમાં સગીત નિર્દેશન કર્યું છે.

ટીવીના આગમન સાથે તેઓ આ નવા માધ્યમમાં પણ છવાઈ ગયા હતા. તેમણે બે તમિલ અને તેલુગુ સિરિયલો કર્યા ઉપરાંત ઘણા બધા મ્યુઝિક રિયાલિટી શૉમાં કામ કર્યું હતું. તમિલ, તેલુગુ અને કન્નડ ટીવી ચેનલો પર વિવિધ શૉમાં તેઓ જજ તરીકે દેખાયા હતા.

આવી બહુમુખી પ્રતિભા ધરાવતા બાલાસુબ્રમણિયમને અનેક અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને છ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. તેમને ચાર ભાષાઓમાં ગાયન બદલ રાષ્ટ્રીય ખિતાબ અપાયો હતો.

ફિલ્મ, ટીવી, સ્ટેજ શો સાથે તેઓ રજનીકાંત, કમલ હાસન, સલમાન ખાન, મોહન, ગિરીશ કર્નાડ, જેમિની ગણેશન સહિતના પ્રસિદ્ધ કલાકારો માટે ડબિંગ પણ કરતા રહ્યા છે.

દક્ષિણની ફિલ્મોમાં છવાયેલા બાલાસુબ્રમણિયણને દેશ પણ જાણતો થયો, કેમ કે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ એક દૂજ કે લીયે 1980માં આવી ત્યારે તેમના સ્વરથી ભારતભરના ચાહકો ઘેલા થઈ ગયા હતા.

તેના 10 વર્ષ પછી મૈને પ્યાર કિયા માટે તેમણે ગીતો ગાયા તે સુપરહિટ નીવડ્યા અને 1990માં તે માટે તેમને ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.

Last Updated : Sep 25, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.