કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં એક તરફ અસહિષ્ણુતા અને હિંસા વધી રહી છે. જ્યારે બીજી તરફ મિથ્યા અને અવૈજ્ઞાનિક વિચારો થોપવામાં આવે છે.
સોનિયા ગાંધી "ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય એક્તા પુરસ્કાર" સમારોહમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે, રાષ્ટ્રીય એક્તા ઈન્દિરાજીનું જુનૂન હતુ. જ્યારે હાલની સરકારે એકતાનો અર્થ એકરુપતા નથી માન્યો. તેમણે દેશની વિવિધતાની હિમાયત કરી. તેઓ ભારતની વિભિન્ન સંસ્કૃતિઓ વાળી વિવિધતાને લઈને સંવેદનશીલ હતા. ઈન્દિરા ગાંધીએ વિવિધતા વાળા વિચારોને આત્મસાત કરવાનું કામ કર્યુ છે.
એમણે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે, આજે આપણે જોઈએ છીએ કે અસહિષ્ણુતા વધતી જાય છે, હિંસા વધી રહી છે. ઈતિહાસને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યો છે. આ બધુ ઉદારવાદી, ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક વિરુધ્ધ છે.
સોનિયાએ કહ્યુ કે, ઈન્દિરા ગાંધીએ આ વાતની પુષ્ઠી કરી કે, આર્થિક વિકાસ અને સામાજિક નીતિઓ વગર ભારત વિકસિત અને સમૃદ્ધ ન બની શકે.રાષ્ટ્રીય એક્તાનો તેનો નજરીઓ વ્યાપક, વંચિતોની મદદ કરવી અને સુનિશ્ચિત કરવાનો હતો કે ભારતીય સમાજને કોઈ સમુદાય, જાતિ કે વર્ગ આધારિત અલગ ન કરી શકે.
તેમણે ચંડી પ્રસાદ ભટ્ટીના વખાણ કરી કહ્યુ કે, તેમણે ભારતે જ નહિ પરંતુ આખી દુનિયામાં ધણા બધા લોકોને પ્રેરિત કર્યા છે.
મનમોહન સિંહે કહ્યુ કે, આપણો દેશ આધુનિક ભારતના નિર્માણમાં ઈન્દિરા ગાંધીના યોગદાન અને રાષ્ટ્રીય એક્તા માટે તેમના બલિદાનને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. ઈન્દિરા ગાંધી આપણા વરિષ્ઠ નેતાઓમાંથી એકના રુપે યાદ કરવામાં આવે છે.