નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કોરોનાને લઇને દેશની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે 25 માર્ચથી લોકડાઉન છે. આ કારણે દેશમાં આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી છે.
સોનિયા ગાંધીએ લોકડાઉનના લીધે દેશમાં થઇ રહેલી આર્થિક મુસીબત વિશે લખ્યું છે. કોંગ્રેસ પ્રમુખે પીએમ મોદીને આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને સમસ્યાઓના સમાધાન માટે પાંચ વિચારો સૂચવ્યા છે.