નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સોનિયાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સરકારને ઘણા સકારાત્મક સૂચનો આપ્યા છે. સરકારની કેટલીક સફળતાની વાતો વિશે આપણે પ્રશંસા કરવી જોઈએ. આપણે દરેક કોરોના વોરિયરને સલામ કરવી જોઈએ. જે કોરોના વાયરસ સામેની લડત આપી રહ્યાં છે.
સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોના સંકટના વર્તમાન સંજોગો વિશે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. જેમાં સોનિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ કોરોના સામેની લડતને લઈને સરકારને ઘણા સકારાત્મક સૂચનો આપ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું હતું કે, ત્રણ અઠવાડિયા પહેલા બેઠક બાદ આજે કોરોના રોગચાળો ફેલાવો અને તેની કોરોવા જે ગતિએ ફેલાઈ રહ્યો છે. જેથી મુશ્કેલી અનુભવી રહ્યાં છીએ.
સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણા સમાજના વિવિધ વર્ગ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને ખેતરોમાં કામ કરતા મજૂરો, અસંગઠિત ક્ષેત્રના સ્થળાંતર કરતા લોકો અને બાંધકામના કામમાં રોકાયેલા કામદારો પર મોટી અસર થઈ છે. વેપાર, વાણીજ્ય સ્થગિત થઈ ગયું છે અને લાખોની આજીવિકા બરબાદ થઈ ગઈ છે.
તેમણે કહ્યું હતું કે, ડોકટર, નર્સ, પેરામેડિક્સ, આરોગ્ય કાર્યકરો, સ્વચ્છતા કામદારો અને આવશ્યક સેવા આપતા એનનજીઓ અને લાખો નાગરિકો ભારતમાં જરૂરીયાતમંદોને રાહત આપવાનું કામ કરી રહ્યાં છે. આ લોકોનું સમર્પણ અને નિશ્ચય ખરેખર આપણા બધાને પ્રેરણા આપે છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં સોનિયા ગાંધી સિવાય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, રાજસ્થાનના CM અશોક ગેહલોત અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય તરીકે રઘુવીર સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન પણ જોડાયા હતાં.