નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી હેલ્થ ચેકઅપ માટે વિદેશ જવા રવાના થયા છે. પ્રાપ્ત માહીતી મુજબ, રાહુલ ગાંધી પણ તેમની સાથે છે.
આ પહેલા શુક્રવારે કોંગ્રેસ સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવી હતી. આ ફેરબદલમાં સૌથી મોટો ફાયદો રણદીપ સિંહ સુરજેવાલાને થયો છે. સુરજેવાલા હવે કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપવામાં ઉચ્ચ સ્તરીય વિશેષ સમિતિનો ભાગ છે.
આ સાથે જ સુરજેવાલાને કોંગ્રેસનું મહાસચિવ પણ બનાવવામાં આવ્યું છે. મધુસૂદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને યૂપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કેસી વેણુગોપાલ સંગઠનની જવાબદારી આપવામાં આવી છે.