સોનિયા ગાંધીએ કહ્યું કે, ભારત લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીમાં દરેક લોકો પોતાની વાત રજૂ કરે છે. જે તમામ સરકારે સાંભળવાની હોય છે. તેની બદલે કેન્દ્રની સરકાર દ્વારા બળપ્રયોગ કરી લોકોનો અવાજ દબાવવાની મંશામા છે. જે બંધારણની તદ્દન વિપરીત છે.
ભાજપ સરકારનની નીતિઓ દેશવિરોધી હોવાનું જણાવી સોનિયા ગાંધીએ સત્તાપક્ષને આડેહાથ લીધો અને કહ્યું, કોંગ્રેસ બંધારણના પક્ષમાં ઉભી છે. સરકારની જવાબદારી છે કે લોકોની વાત સાંભળે, અત્યારે દેશમાં જે સ્થિતિ છે તે અસ્વીકાર્ય છે. લોકતંત્રમાં સરકારની ખોટી નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો લોકો પાસે અધિકાર છે. ભાજપ અસંતોષને ઠારવા માટે બળપ્રયોગ કરી રહી છે.
નાગરિકતા સંશોધન બિલ ભેદભાવપૂર્ણ છે. કોંગ્રેસ બંધારણની મર્યાદા જાળવી રાખવા કટિબધ્ધ છે. નોટબંધીની જેમ જ હવે દેશના નાગરિકોએ પોતાની અને પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા લાઈનમાં ઉભુ રહેવું પડશે.