મુળ ચોરવાડના રહીશ અને હાલ મુંબઈમાં રહેતા મલ્ટી નેશનલ કંપનીમાં વાઈસ ચેરમેન તરીકે ફરજ બજાવી રહેલ યોગેશ પાઠક જરા મુઠી ઊચેરો માનવી છે. જેની પ્રતિતિ એમના સૌ ગ્રામવાસીઓ જાણે છે. પોતાના પિતા નામે સેવાલાલ નામ એવા જ ગુણ, તેમના સાદા જીવન અને ઊચ્ચ વિચારો પુત્રમાં પણ અવતર્યા છે.
પોતાના પિતાની જન્મ શતાબ્દી જરા અનોખી રીતે ઊજવવાનો તેમને વિચાર આવ્યો અને તેઓ તેમના પરીવાર અને સ્વજનો સાથે મુંબઈથી માદરે વતન આવ્યા. સ્થાનિકોને સાથે રાખી વિદ્વાન કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ યોગેશભાઈ પાઠક પરીવારને કલીકાલમાં માતા-પિતાની જન્મ શતાબ્દીની આ ઊજવણીને આશિર્વચન પાઠવ્યા હતાં તો તેમની આ પિત્રૃભક્તિ અને વતન પ્રેમના દર્શન ચોરવાડવાસીઓ સાથે સમગ્ર સ્નેહીજનોએ નત મસ્તકે કર્યા હતાં.
આજના સમાજમાં જ્યારે સંતાનો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમોમાં મૂકી આવે છે. ત્યારે માયાનગરી મુંબઇમાં રહીને પોતાના સ્વર્ગસ્થ પિતાની જન્મ શતાબ્દી ઉજવનાર યોગેશ પાઠક ખરેખર કલિયુગના સંતાનોને અનુસરવા લાયક કાર્ય કરે છે.