કર્ણાટકના બેલગાવી જિલ્લાના કાકતી તાલુકામાં પુત્રએ પિતાની કરપીણ હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 21 વર્ષના રઘુવીર કમાર પોતાનો મોટાભાગનો સમય PUBG ગેમ રમવામાં બગાડતો હતો. પુત્રને પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ (PUBG)ની લત લાગી જતા તેઓ ચિંતાતુર હતા. જેથી તેઓ વારંવાર ઠપકો આપતા હતાં. આ વારંવારની ટકોરથી કંટાળી જઈ રઘુવિરે તેના 61 વર્ષિય પિતા શંકરપ્પાને મોતને ઘાટ ઉતારી દીધા.
રઘુવિરે પહેલા પોતાની માતાને એક રુમમાં બંધ કરી દીધી હતી. ત્યાર બાદ શાકભાજી કાપવાની છરીથી પિતાને મોતને ધાટ ઉતારી દીધા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયાં હતાં. આ સમગ્ર બનાવને લઇને પોલીસે ગુનો નોંધી પિતાની હત્યા કરનાર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.