ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશના એક જિલ્લામાં એક ઘાયલ પ્રવાસી મજૂરને મદદ કરવાથી એક સિપાહીને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ સાથે જ 19 પોલીસકર્મી અને 8 ડોક્ટરને ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે.
જિલ્લામાં પ્રવાસી મજૂરો ભરેલા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. આ વાહનમાં 35 શ્રમિકો સવાર હતાં. આ સમયે પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી મજૂરોને બચાવી હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જેમાંંથી 7 મજૂરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. ઘાયલ મજૂરોને બચાવવામાં અને તેમને સારવાર અર્થે ખસેડવાથી મજૂરોના સંપર્કમાં આવેલા એક સિપાહીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
આ સિપાહીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓ અને ડોક્ટર્સને કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. આ સાથે જ દુર્ઘટના સમયે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓને ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે. જ્યારે ઘાયલ અન્ય પ્રવાસી મજૂરોના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.