ETV Bharat / bharat

14મી ડિસેમ્બર સૂર્ય ગ્રહણ - રાશિવાર ફળકથન - શું લાભદાયક થશે

વર્ષ 2020નું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે છે. હિંદુ ધર્મ મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણનો રાશિ પર પણ મોટો પ્રભાવ પડે છે. અને આ કારણે આપણે જીવનમાં પણ બદલાવ આવે છે તેમ મનાય છે. તો જાણો આ સૂર્ય ગ્રહણથી આપણી રાશિ પર શું પ્રભાવ પડશે.

14મી ડિસેમ્બર સૂર્ય ગ્રહણ
14મી ડિસેમ્બર સૂર્ય ગ્રહણ
author img

By

Published : Dec 13, 2020, 12:34 PM IST

ન્યુઝ ડેસ્ક : વર્ષ 2020નું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે છે. હિંદુ ધર્મ મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણનો રાશિ પર પણ મોટો પ્રભાવ પડે છે. અને આ કારણે આપણે જીવનમાં પણ બદલાવ આવે છે તેમ મનાય છે. તો જાણો આ સૂર્ય ગ્રહણથી આપણી રાશિ પર શું પ્રભાવ પડશે.

મેષ રાશિ

સૂર્ય ગ્રહણના કારણે આપને આર્થિક હાનિના યોગ બની રહ્યાં છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. જોકે, મનમાં આધ્યાત્મિક વિચારોનો સમાવેશ થશે.

  • ઉપાય- ગ્રહણકાળમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો

વૃષભ રાશિ

સૂર્ય ગ્રહણના કારણે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. બીમાર પડવાની પ્રબળ સંભાવના છે. કોઇપણ પ્રકારે શારીરિક વ્યાધી અથવા ઇજાની શક્યતા જણાઇ રહી છે. જીવનસાથીના સ્વાસ્થ્યની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. ગૃહસ્થ જીવનમાં તણાવ વધશે.

  • ઉપાય- ગ્રહણકાળમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.

મિથુન રાશિ

સૂર્ય ગ્રહણની અસરના કારણે શારીરિક રૂપે નુકસાન થવાની સંભાવના જણાઇ રહી છે. શત્રુઓ પરેશાન કરવાનો પ્રયાસ કરશે પરંતુ તેઓ સફળ નહીં થઇ શકે. જોકે, નોકરીમાં સફળતાની શક્યતાઓ છે.

  • ઉપાય – સૂતક કાળમાંથી ગ્રહણ સમાપ્તિ સુધી ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવો.

કર્ક રાશિ

સૂર્ય ગ્રહણના કારણે ખર્ચમાં વધારો થશે અને આવકમાં ઘટાડો પણ થવાના સંકેત છે. મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થવાથી મનમાં પરેશાની રહેશે. સંતાન સંબંધિત ચિંતા રહેશે. પ્રેમસંબંધોમાં કષ્ટપૂર્ણ સ્થિતિઓ ઉભી થઇ શકે છે. પૂજા-પાઠમાં વિઘ્ન આવશે.

  • ઉપાય – ગ્રહણકાળમાં ભગવાન શિવ અને વિષ્ણુના મંત્રોનો જાપ આપવા માટે લાભદાયક રહેશે.

સિંહ રાશિ

સૂર્ય ગ્રહણનો બહુ મોટો પ્રભાવ નહીં જોવા મળે. અટકેલા જુના કાર્યો પૂરાં થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારમાં ખુશીઓ આવશે. જમીન-મિલકતના કાર્યોમાં લાભ થશે.

  • ઉપાય – આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.

કન્યા રાશિ

સૂર્ય ગ્રહણના પ્રભાવ હેઠળ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આર્થિક રીતે લાભદાયક સમય રહેશે. પ્રયાસ કરવાથી કાર્યોમાં સફળતા મળશે અને અટકેલા કાર્યો પાર પડશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને કારકિર્દીમાં સફળતાના યોગ બનશે.

  • ઉપાય – ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો.

તુલા રાશિ

આર્થિક પડકારોમાં વધારો થશે. ખર્ચમાં વૃદ્ધિ થશે અને ધન હાનિ પણ થઇ શકે છે. રોકાણ કરવાથી દૂર રહેવું જરૂરી છે, અન્યથા નુકસાન થઇ શકે છે. બોલચાલમાં યોગ્ય ભાષાનો ઉપયોગ ના કરવાથી નુકસાનની સંભાવના રહેશે.

  • ઉપાય – માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ ગ્રહણકાળ દરમિયાન કરવો.

વૃશ્ચિક રાશિ

સૂર્ય ગ્રહણના પ્રભાવથી આપને શારીરિક કષ્ટની શક્યતા રહેશે. માનસિક કષ્ટ, શારીરિક ઇજા અથવા બીમાર પડવાની આશંકા પણ રહેશે. બિનજરૂરી ચિંતાઓમાં ઘેરાયેલા રહો. આપના આત્મબળમાં ઘટાડો થઇ રહ્યો હોય તેવું લાગ્યા કરે. સકારાત્મક જીવન વિતાવવું.

  • ઉપાય – ગ્રહના સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવા.

ધન રાશિ

સૂર્ય ગ્રહણના કારણે આપને થોડું ધ્યાન રાખવું પડશે. ધન હાનિ થવાની પ્રબળ શક્યતા છે. આ સમય દરમિયાન નાણાંનું રોકાણ કરવાથી આપને નુકસાન થઇ શકે છે. શારીરિક અને માનસિક તણાવથી આપ ઘેરાયેલ રહેશો કારણ કે સ્વાસ્થ્ય નબળું રહેવાથી બીમાર પડવાની આશંકા વધી જશે. બિનજરૂરી મુસાફરીના કારણે પરેશાની વધે.

  • ઉપાય – ગ્રહણકાળ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

મકર રાશિ

સૂર્ય ગ્રહણના કારણે આર્થિક રીતે આ સમય આપના માટે લાભદાયક પુરવાર થશે. આપને ઉત્તમ પ્રગતિની તકો પ્રાપ્ત થાય અને પ્રચૂર માત્રામાં ધન પ્રાપ્તિ પણ થઇ શકે છે. સ્વાસ્થ્યનું કષ્ટ પરેશાન કરી શકે છે. આપની મહત્વાકાંક્ષાઓ પૂરી થશે અને કામમાં સમગ્ર સમય વિતાવવાથી આપ સારી સ્થિતિમાં આવી શકો.

  • ઉપાય – ગ્રહણકાળમાં ગાયત્રી ચાલીસાના પાઠ કરવા.

કુંભ રાશિ

સૂર્ય ગ્રહણથી આપને વધારે પરેશાની નહીં થાય. કામના સંદર્ભે કરેલા પ્રયાસોમાં સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પદોન્નતિની સંભાવના રહેશે અને આપને સારા પરિણામો પ્રાપ્ત થશે. રોગ થવા સામે સાવધાની રાખવી જરૂરી છે. જોકે, પિતા સાથેના સંબંધોમાં અસર પડી શકે છે.

  • ઉપાય – ગ્રહણકાળમાં રામ રક્ષા સ્તોત્રનો શક્ય હોય એટલી વખત પાઠ કરવો.

મીન રાશિ

સૂર્ય ગ્રહણના કારણે માનસિક ચિંતાઓમાં વધારો થશે. સંતાન તરફથી કોઇ ચિંતાઓ આપને વધુ પરેશાન કરી શકે છે. કોઇ તીર્થ સ્થાન પર જઇને સ્નાન કરવાથી લાભ થશે. કોઇપણ પ્લાનિંગ વગર મુસાફરી પર ના જવું અન્યથા નુકસાન થશે. આર્થિક રીતે સામાન્ય પરિણામો મળે. માન-સન્માનમાં ઘટાડો થઇ શકે છે.

  • ઉપાય – ગ્રહણ દરમિયાન શિવજીના પંચાક્ષરી મંત્રીનો જાપ કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.