ETV Bharat / bharat

કલકત્તામાં હવે વેશ્યાલયની માટીના ઉપયોગ વગર બને છે મા દુર્ગાની મૂર્તિ, જાણો શું છે રોચક કારણ... - Durga idol

કલકત્તામાં કુમ્હારટોલીના શિલ્પકારો હવે દુર્ગાની પ્રતિમા બનાવવા માટે વેશ્યાગૃહની માટીનો ઉપયોગ નથી કરતા. જો કે, અગાઉ મોટાભાગના કલાકારો દુર્ગાની પ્રતિમા બનાવવા માટે વેશ્યાગૃહની માટીનો ઉપયોગ કરતા હતા. નવરાત્રિ શરૂ થતા જ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ફેસ્ટિવલની તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ થઈ જાય છે. એક બાજુ દરેક સ્થળે પંડાલો શણગારવામાં આવે છે, તો બીજી બાજુ દુર્ગા પૂજા માટે દુર્ગા માતાની મોટી-મોટી મૂર્તિઓ સ્થાપિત કરાય છે. પરંતુ માતા દુર્ગાની મૂર્તિઓ અંગે એક ખાસ પ્રકારની માન્યતા છે. આ માન્યતા મુજબ આ મૂર્તિઓ બનાવવા માટે તવાયફના ઘરની બહાર કે રેડલાઇટ એરિયામાંથી માટી લાવવામાં આવે છે.

મા દુર્ગાની મૂર્તિ
મા દુર્ગાની મૂર્તિ
author img

By

Published : Jul 8, 2020, 4:05 PM IST

કલકત્તા: હિન્દુ પરંપરા મુજબ દેવી દુર્ગાની મૂર્તિ બનાવવા માટે ચાર બાબતો ખૂબ મહત્વની છે. તેમાં ગંગા નદીના કાંઠેથી લેવામાં આવેલી માટી, છાણ, ગૌમૂત્ર અને વેશ્યાગૃહોમાંથી લેવામાં આવેલી માટીનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ વગર પ્રતિમા અધૂરી હોય છે. મૂર્તિ બનાવનાર કલાકારોનું કહેવું છે કે, પરંપરા મુજબ રેડલાઇટ એરિયાની માટીનો જ્યાં સુધી ઉપયોગ નથી કરાતો, ત્યાં સુધી તે મૂર્તિ પૂર્ણ નથી ગણાતી. જોકે અગાઉ કારીગરો કે પછી મૂર્તિ બનાવનારાઓ સેક્સ વર્કરનાં ઘરોમાંથી ભીખ માંગીને માટી લાવતા હતા, પરંતુ બદલાતા સમયની સાથે જ આ માટીનો પણ હવે કારોબાર શરૂ થવા લાગ્યો છે.

દુર્ગાપૂજા મૂળભૂત રીતે પશ્ચિમ બંગાળનો તહેવાર છે. જો કે હવે તે ઉત્તર ભારતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં માં દુર્ગાની મૂર્તિઓ સાથે પંડાલો સજાવવામાં આવ્યા છે, ઉત્તર કોલકાતાના કુમરાટલી વિસ્તારમાં મા દુર્ગાની પ્રતિમાઓ વધુ કે ઓછી બનાવવામાં આવી છે. આ ક્ષેત્રના કારીગરો તેમની કારીગરી માટે દેશભરમાં પ્રખ્યાત છે, તેથી જ લોકો અહીંથી દૂર-દૂરથી શિલ્પો માટે આવે છે.

મા દુર્ગાની મૂર્તિ
મા દુર્ગાની મૂર્તિ

શું આ વસ્તુઓ હજી પણ દેવીની પ્રતિમા બનાવવા માટે વપરાય છે? આ તથ્યની તપાસ કરવા ઇટીવી ભારતની ટીમ કુમ્હારટોલીટોલી પહોંચી હતી. મળતી માહિતી મુજબ, કુમ્હાટોલીમાં સમય મુજબ ઘણો બદલવા આવી ગયો છે. તેઓ હવે તેઓ હવે માટી લેવા માટે વેશ્યાલયમાં જતા નથી.

વેશ્યાલયની માટી વગર કેમ દુર્ગા પ્રતિમા બનાવવામાં નથી આવતી? આની પાછળ ધણી માન્યતાઓ છે. જે પ્રાચીન કાળથી ચાલતી આવી છે. એક માન્યતા મુજબ, વેશ્યાગૃહની જમીન પવિત્ર હોય છે. નવરાત્રી દરમિયાન દેવીના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. કેહવામાં આવે છે કે, દેવીનું જે નવમું રૂપ છે તે વેશ્યાલયનું પ્રતિનિધિત્વ કરે છે. પૌરાણિક કથા અનુસાર દેવો કરતા વેશ્યા વધારે શક્તિશાળી હતી. એવી જ વધુ એક માન્યતા જણાવવામાં આવે છે કે, એક વેશ્યા માતા દુર્ગાની પરમ ભક્ત હતી અને તે વેશ્યાને સમાજનાં તિરસ્કારથી બચાવવા માટે માતા દુર્ગાએ વરદાન આપ્યુ હતું કે, તેને ત્યાંની માટીનો ઉપયોગ જ્યાં સુધી તેમની પ્રતિમામાં નહીં કરવામાં આવે, ત્યાં સુધી તે પ્રતિમા અપૂર્ણ માનવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.