જયપુરઃ કોંગ્રેસ ધારાસભ્ય મહેશ જોશી તરફથી ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ મામલે DG SCB આલોક ત્રિપાઠી અને રાજસ્થાના SOGને એક ફરિયાદ પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આ પ્રકરણની તપાસ કરવાની માગ કરી છે. જેના પર SOGએ ફરિયાદ દાખલ કરીને તપાસ પણ શરૂ કરી દીધી છે .
આ સમગ્ર પ્રકરણમાં SOGના મુખ્ય અધિકારી મહેશ જોશીના નિવેદન નોધી રહ્યા છે. રાજસ્થાનમાં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ મામલે ચીફ વ્હિપ મહેશ જોશીએ કરેલી ફરિયાદના આધારે SOGના અધિકારીઓ હવે આ સમગ્ર મામલાની તપાસ ઝડપી બનાવવા ચીફ વ્હિપ મહેશ જોશીનું નિવેદન નોંધશે.
SOGમાં મહેશ જોશીએ કરેલી ફરિયાદોમાં ધારાસભ્યો કરતાં ખરીદ-વેચાણ કરનાર કોઈપણ વ્યક્તિનું નામ કે નંબર આપવામાં આવ્યા નથી. આ સમગ્ર મામલે મહેશ જોશીનું નિવેદન નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ધારાસભ્યના ખરીદ-વેચાણ કેસમાં હરિયાણાનું કનેક્શન
રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય અને કોંગ્રેસને સમર્થન કરતા ધારાસભ્યોની ખરીદ-વેચાણના પ્રકરણ સામે આવ્યા બાદ રાજસ્થાન પોલીસ ઈન્ટેલિજેન્સ શાખાને પણ સતર્ક થઈ છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદવાના મામલે હરિયાણાનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે. હરિયાણાથી ફોન કરીને હોર્સ ટ્રેડિંગ કરતાં આ તમામ માહિતી બહાર સામે આવી છે. કેટલીક બેન્કના ખાતા વિશે જાણકારી મેળવી તપાસ હાથ ધરી છે.