ETV Bharat / bharat

સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19: વર્તમાન સમયમાં તે શા માટે અત્યંત જરૂરી છે? - પ્રકૃતિથી વિરૂદ્ધ

એરિસ્ટોટલે કહ્યું હતું, “માનવી પ્રકૃતિથી એક સામાજિક પ્રાણી છે”. અને આ નિયમ તમામ માનવીઓને લાગુ પડે છે. આથી, સોશ્યલ ડિસ્ટન્સિંગ તમારી પ્રકૃતિથી વિરૂદ્ધ છે. તે રહેઠાણના સ્થળ, રહેઠાણના પ્રકાર, આવક અને આજીવિકા વગેરે જેવા વ્યાપક સામાજિક સંદર્ભ સાથેનાં મહત્વનાં પરિબળો પૈકીનું એક છે, જે સોશ્યલ ડિસ્ટન્સિંગને કોવિડ-૧૯ મહામારી જેવા કટોકટીના સમયગાળામાં એક પડકારસમાન કામગીરી છે.

સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડ 19: વર્તમાન સમયમાં તે શા માટે અત્યંત જરૂરી છે?

author img

By

Published : Mar 24, 2020, 8:54 PM IST

જોકે, મહામારી માટે હાલના તબક્કે રસી અને સારવારના અભાવને જોતાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હાથની સ્વચ્છતા જેવી, માત્ર સોશ્યલ ડિસ્ટન્સિંગ તથા વર્તનલક્ષી દરમિયાનગીરીઓ જ અસરકારક પ્રતિરોધક પગલાં છે. ભૂતકાળના બોધપાઠો સૂચવે છે કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ કારગત નિવડે છે. ખાસ કરીને ૧૯૧૮માં સ્પેનિશ ફ્લૂ ફાટી નિકળ્યો, તે સમયે તે અસરકારક પુરવાર થયું હતું. વિશ્વના ઘણા દેશો કોવિડ ૧૯ના પ્રસારને અટકાવવા માટેના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહ્યા છે.

સોશ્યલ ડિસ્ટન્સ એટલે શું: તેનો અર્થ થાય છે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું અને આમ કરીને બિમારીનો પ્રસાર ઘટાડવો. સોશ્યલ ડિસ્ટન્સ શબ્દ એક અયથાર્થ નામ છે, કારણ કે તે સામાજિક સંપર્કોને તોડી નાંખવાનું, અથવા તો સામાજિક દરજ્જા પર આધારિત અસમાનતાને મજબૂત કરવાનું સૂચવે છે. આથી, હૂ સોશ્યલ ડિસ્ટન્સિંગ શબ્દના ઉપયોગને ત્યજીને ‘ફિઝિકલ ડિસ્ટન્સિંગ’ શબ્દ પ્રયોજનને વેગ આપે છે.

તેનો અમલ કેવી રીતે થાય છે: ફિઝિકલ ડિસ્ટન્સિંગ (શારીરિક અંતર)નો અમલ મહામારીના સમયમાં થાય છે અને તે સમયે લોકોને ઘરે રહેવાનું, લોકોનો જમાવડો ટાળવાનું અને એકમેકથી ત્રણ ફૂટથી લઇને છ ફૂટ સુધીનું અંતર જાળવવાનું જણાવવામાં આવે છે. મોટાભાગની સરકારોએ લોકો ફિઝિકલ ડિસ્ટન્સિંગનો અમલ કરી શકે, તે માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે સમૂહ પરિવહન વ્યવસ્થાઓ, જાહેર સ્થળો બંધ કરી દીધાં છે અને મહત્વપૂર્ણ સેવાઓના અપવાદને બાદ કરતાં તમામ સંસ્થાઓની કામગીરી બંધ કરી દીધી છે અને લોકોને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં છે.

તે કેવી રીતે મદદરૂપ બને છે: ફિઝિકલ ડિસ્ટન્સિંગ ઘણાં સ્તરોએ મદદરૂપ થાય છે - 1. વૃદ્ધ લોકો જેવા, બિમારીની સ્થિતિ ધરાવતા અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વસ્તી જેવાં ઊંચું જોખમ ધરાવતાં જૂથોમાં ઇન્ફેક્શનની શક્યતામાં ઘટાડો. 2. તે કોવિડ-૧૯ રોગચાળાના તબક્કાની પ્રગતિને ધીમી પાડી દે છે. અત્યારે ભારત બીજા સ્ટેજમાં છે, જેનો અર્થ એ કે, વાઇરસ સ્થાનિક સ્તરે પ્રસરી રહ્યો છે. આ તબક્કામાં, સ્રોત અને ઇન્ફેક્શનનો માર્ગ ટ્રેક કરી શકાય છે. મહામારીને ત્રીજા સ્ટેજ પર પહોંચતી અટકાવવા માટે ફિઝિકલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય છે. સ્ટેજ-૩, સામુદાયિક પ્રસરણનો અર્થ એ થાય છે કે, હવે વાઇરસ સમુદાયમાં પ્રસરી રહ્યો છે અને તેના કારણે ચેપગ્રસ્ત તથા અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ભારે ઉછાળો આવી શકે છે. ફિઝિકલ ડિસ્ટન્સિંગ કેસોની સંખ્યા ઘટાડવામાં ઉપયોગી નીવડશે અને જેના કારણે પરિસ્થિતિ સુધારો જોવા મળશે, જેનો અર્થ એ કે, આરોગ્ય સંભાળની વ્યવસ્થાઓ અતિ-ભારણની સ્થિતિથી સંરક્ષિત છે.

સોશ્યલ ડિસ્ટન્સનો વિચાર અન્ય ઘણી સંલગ્ન સામાજિક ઘટના તથા વિભાવનાઓને રજૂ કરે છે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગના પ્રયાસોના સંદર્ભ માટે તેમના પર વિચારણા કરવી જરૂરી બની રહે છેઃ

સોશ્યલ ડિસ્ટન્સિંગના સમયમાં સોશ્યલ બોન્ડિંગ સંભવ છે. વિડિયો કોલ્સ જેવી ટેકનોલોજી કનેક્ટેડ રહેવામાં અને સોશ્યલ આઇસોલેશનના સમયમાં એકમેકને મદદરૂપ થવામાં ઘણી ઉપયોગી નિવડી શકે છે. જરૂરિયાતમંદ વયોવૃદ્ધ વસ્તીની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે નિયમિતપણે પ્રત્યાયન કરવું મહત્વનું છે.

સામાજિક સદભાવના: પરંપરાગત રીતે આપણે સામાજિક સદભાવનાની વિભાવનાનો આદર કરીએ છીએ અને મજબૂત સામાજિક સંબંધો વિકસાવીએ છીએ. આથી, ફિઝિકલ ડિસ્ટન્સના સમયગાળામાં સમુદાયના કલ્યાણને પ્રાથમિકતા આપીને આ બાબતોનો પુનરોચ્ચાર કરવો મહત્વપૂર્ણ બની રહે છે.

મહામારીના સમયગાળામાં વેગવાન બનેલી સમુદાય સહભાગીતા અને સ્વયંસેવાનું વલણ સામાજિક ઐક્યમાં પરિણમશે. આવે વખતે વ્યક્તિ સ્વયંની સંભાળ લે તથા અન્યોની કાળજી લેવામા પોતાનું યોગદાન આપે, તે જરૂરી છે. તંદુરસ્ત યુવાન અને સંરક્ષણ ધરાવનારા સહિતનાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવાનું છે. તો ચાલો, સમુદાયમાં જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સાવચેત થઇએ.

મોટાભાગની મહામારીઓમાં, જ્યારે કોઇ ચોક્કસ સમુદાય કે લોકો વાઇરસના સંપર્કમાં આવે, ત્યારે સામાજિક લાંછન (નિંદા)ની સ્થિતિ પ્રવર્તતી જોવામાં આવી છે. એ જાણવું જરૂરી છે કે, સામાજિક લાંછનને કારણે લક્ષણો પ્રગટ કરવામાં આવતાં નથી અને પ્રતિરોધક પગલાંની પૂર્તતા થતી નથી. આથી, કોઇપણ પ્રકારની દરમિયાનગીરી અસરગ્રસ્ત લોકોની નિંદાની સ્થિતિમાં ઘટાડો કરતી હોવી જોઇએ.

ફિઝિકલ ડિસ્ટન્સિંગના સમયમાં સામાજિક ધોરણોની ફેરબદલ મહત્વની ભૂમિકા ભજવે છે. હાથ મીલાવવા, ભેટવું વગેરે જેવી પ્રથાઓને બંધ કરીને નમસ્તે અને સલામ કરીને અભિવાદનની આપ-લે કરવાને વેગ આપવામાં આવે છે.

સામાજિક ન્યાય: કોઇપણ સામાજિક અને જાહેર આરોગ્ય દરમિયાનગીરીને સફળ બનાવવા માટે અને ટકાવી રાખવા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, તે સામાજિક ન્યાયના સિદ્ધાંતોના સંદર્ભમાં ઘડવામાં આવવે. સરળ શબ્દોમાં કહીએ તો, સામાજિક ન્યાય સમાન લાભોનું ન્યાયપૂર્ણ વિતરણ અને સમાન ભારણોની ન્યાયપૂર્ણ વહેંચણી છે. જાહેર આરોગ્યના સંદર્ભમાં, તે માનવ કલ્યાણની કામગીરી વિસ્તારવા પર ભાર મૂકે છે અને તેમાં અત્યંત વંચિત લોકોની જરૂરિયાતો સંતોષાય તે સુનિશ્ચિત કરે છે. કોવિડ-૧૯ જેવી મહામારીઓ સમાજનાં જરૂરિયાતમંદ જૂથોને વધુ સામાજિક યાતના આપે છે. ગરીબ અને સીમાંત સમુદાયોની આરોગ્યની સ્થિતિ વધુ ખરાબ થવા ઉપરાંત, ફિઝિકલ ડિસ્ટન્સ ઘટાડવા માટેની દરમિયાનગીરી લોકડાઉનની સ્થિતિ તરફ દોરે છે, જેના પરિણામે આર્થિક વંચિતતાની સ્થિતિ ઊભી થાય છે. જો અસંગઠિત ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના દાડિયા મજૂરો, શ્રમિકો ગરીબો તથા બાળકો અને વૃદ્ધોની સામાજિક સુરક્ષા માટેનાં ચોક્કસ પગલાં ભરવામાં ન આવ્યાં, તો તેમના આરોગ્ય અને સુખાકારી ઉપર તેનો ગંભીર પ્રભાવ પડશે.

આ લોકડાઉનના સંદર્ભમાં સર્વિસ ડિલિવરીમાં સામાજિક પહેલને વેગ આપવા માટેનો સમય છે. આવી કટોકટી અંતિમ વપરાશકર્તાને ધ્યાનમાં રાખીને સેવાની સર્જનાત્મક ડિઝાઇનમાં રોકાણ કરવાની અને સરકારી સેવાઓ જે રીતે પૂરી પાડવામાં આવે છે, તેમાં પરિવર્તન લાવવાની તક પૂરી પાડી શકે છે. આરોગ્ય અને કલ્યાણકારી સેવાઓને સક્રિયપણે ઘરઆંગણે પૂરી પાડવા માટે ટેકનોલોજીની નવતર પહેલનો ઉપયોગ કરી શકાય છે. કોર્પોરેટ જૂથો તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે સાબુ અને સેનિટાઇઝર્સ, મૂળભૂત દવાઓ, મેડિકલ ઉપકરણો વગેરે જેવા સામાનમાં સબસિડી આપીને તથા ઉત્પાદનમાં વધારો કરીને મહામારીને અંકુશમાં લાવવાના સરકારના પ્રયાસો ક્ષેત્રે પોતાનું પ્રદાન આપી શકે છે. આ ઉપરાંત તેઓ જાહેર આરોગ્યની દરમિયાનગીરીઓને વેગ આપવા માટે સરકારી ભંડોળમાં ઉમેરો કરવા માટે કટોકટીના ભંડોળના પાત્રની પણ સ્થાપના કરવામાં પણ યોગદાન આપી શકે છે.

આખરે, જ્યારે આપણે આ કટોકટીની ઝપેટમાં આવી ગયાં છીએ, ત્યારે આગળની યોજના ઘડવી જરૂરી છે અને સાથે જ એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે આપણે વિભિન્ન કારણોસર અવાર-નવાર દેખા દેશે તેમ જણાતી આવી મહામારીનો સામનો કરવા માટે સજ્જ છીએ. આવા રોગચાળા સામે સમુદાયની સ્થિતિસ્થાપકતા મજબૂત કરવા માટે સામાજિક નિર્ધારકોનું નિવારણ કરવું જરૂરી છે. વસ્તીના આરોગ્ય અને કલ્યાણને સુદ્રઢ કરવા માટે સાકલ્યવાદી વલણ અપનાવવું જોઇએ. આથી, ભારતમાં જાહેર આરોગ્યને મજબૂત કરવામાં સામાજિક વિજ્ઞાનીઓએ અગત્યની ભૂમિકા ભજવવાની છે.

(આ લેખનાં લેખિકા નંદા કિશોર કન્નુરી હૈદરાબાદ (આઇઆઇપીએચ હૈદરાબાદ) સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થનાં એડિશનલ પ્રોફેસર છે. લેખમાંના વિચારો લેખિકાના પોતાના છે.)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.