દિલ્હીઃ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવને દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે એસ.એન. શ્રીવાસ્તવને પોલીસ કમિશ્નર બનાવવા માટે લીલીઝંડી આપી છે. રાજયપાલ અનિલ બૈજલે આદેશ આપ્યો કે, આવતીકાલથી એસ.એન શ્રીવાસ્તવ ચાર્જ સંભાળશે.
દિલ્હીના વર્તમાન પોલીસ કમિશ્નર અમુલ્યા પટનાયક 29 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. AGMUT 1985 બેચના આઈપીએસ અધિકારી એસ.એન. શ્રીવાસ્તવ અત્યાર સુધી સીઆરપીએફ (તાલીમ) જમ્મુ-કાશ્મીરમાં હતા. દિલ્હીની હિંસાની દરમિયાન તેમને સીઆરપીએફથી બોલાવી દિલ્હીના કમિશ્નર બનાવવામાં આવ્યાં છે.