ETV Bharat / bharat

નાના ઉદ્યોગો હાલ મોટા સંકટમાં છે - government of india

ભલે તેને ‘નાના ઉદ્યોગો’ કહેવામાં આવે છે પરંતુ દેશમાં બાર કરોડ નોકરીઓ ઉભી કરવાની તે ક્ષમતા ધરાવે છે. પહેલેથી જ આર્થિક મંદીને કારણે મુશ્કેલી અનુભવી રહેલા નાના ઉદ્યોગો કોરોનાને કારણે ઉભી થયેલી કટોકટીને કારણે મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. લોકડાઉનને કારણે અને ઠપ્પ થયેલા આર્થિક વ્યવહારોને કારણે સંકટગ્રસ્ત થયેલા સુક્ષ્મ-નાના અને મધ્યમ કદના સાહસો (MSMEs)ને કેન્દ્ર સરકારના ‘આત્મનિર્ભર પેકેજ’ પાસેથી ખુબ મોટી આશા છે. સરકાર દ્વારા ત્રણ મહિના પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, ત્રણ લાખ કરોડ રૂપિયાની વધારાની લોન વિતરણ યોજના 45 લાખ યુનિટને મદદ કરશે, પરંતુ આ યોજના પણ નાના ઉદ્યોગકારોનું ભાગ્ય બદલી શકી નથી. રીઝર્વ બેંકે તાજેતરમાં આપેલા આંકડામાં પણ નાના ઉદ્યોગકારોની દુર્દશા સ્પષ્ટ થાય છે, જેમા તેમણે ગત વર્ષે પુષ્ટિ કરી છે કે, ક્રેડીટની પ્રાપ્યતાનુ સંકટ MSMEsની મુશ્કેલીમાં સતત વધારો કરશે.

Confederation of Indian Industry
દેશમાં નાના ઉદ્યોગોને સરકારની સહાય
author img

By

Published : Aug 30, 2020, 7:04 PM IST

લોકડાઉનના પરિણામે, ગત વર્ષની સરખામણીમાં લોનના વિતરણમાં 17 ટકાનો ઘટાડો થયો છે. નિયમીત સમારકામ અને જાળવણી માટેના ભંડોળનો અભાવ, જૂના દેવા પર વ્યાજનો બોજ અને કુશળ મજૂર તેમજ કાચા માલની અછત નાના ઉદ્યોગકારોના સંકટમાં સતત વધારો કરી રહી છે.

હાલની કટોકટીને જોતા, જો કેન્દ્ર સરકારે અનૂકુળ ચુકવણીની સુવિધા સાથે, નજીવા વ્યાજદરે ઓછામાં ઓછા દસ વર્ષ માટે ઉદારીકૃત ક્રેડીટ યોજનાની જાહેરાત કરીને તેની યોગ્ય અમલવારી કરી હોત તો આ જૂથમાંથી મોટાભાગના ઉદ્યોગોની આર્થિક પરીસ્થીતિમાં સુધારો આવ્યો હોત. હકીકતમાં કેટલાક એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે કેટલીક બેંકો નાના ઉદ્યોગકારો પાસેથી 9થી 14 ટકા સુધીનો વ્યાજદર વસૂલી રહી છે.

રિઝર્વ બેંક લોનના વિતરણમાં આવેલા ઘટાડા પાછડનુ કારણ શોધવાના પ્રયાસો કરી રહી છે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં જેમનું મોટુ યોગદાન હોઈ શકે છે તેવા નાના ઉદ્યોગોને ટકી રહેવા માટે એક તરફ જ્યાં દરેક પ્રકારની સહાય અને ટેકાની જરૂર છે ત્યારે બીજી તરફ આ ઉદ્યોગો પર લાદવામાં આવી રહેલા ઉંચા વ્યાજદર અને આ લોનની ચુકવણીની સખ્ત રીતો ‘આત્મનિર્ભર પેકેજ’ની પ્રતિબદ્ધતા પર સવાલ ઉભો કરે છે.

નાના ઉદ્યોગોને સહાય

દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર આવેલા 6.3 લાખ નાના ઉદ્યોગો હાલ નિ:સહાય સ્થિતિમાં મૂકાયા છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડત લડી રહ્યા છે. CII (Confederation of Indian Industry-ભારતના નાના ઉદ્યોગકારોનુ મહામંડળ) દ્વારા ભલામણ કરવામાં આવી છે કે, કોરોના વાઇરસ અને તેના કારણે સર્જાયેલી મહામારીમાંથી બહાર આવવા માટે અને ફરી એક વાર સ્થીરતા મેળવવા માટે નાના ઉદ્યોગકારોને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી દરેક પ્રકારના નિયમનમાંથી મુક્તિ આપવામાં આવે. સંસદીય સમીતિની સામે MSMEના આગેવાનો દ્વારા પણ આ જ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે વિવિધ મંત્રાલયોને સપ્ટેમ્બર સુધીમાં જુદા-જુદા નાના ઉદ્યોગોની વાસ્તવિક પરિસ્થિતિનો વિસ્તૃત અહેવાલ સુપરત કરવા નિર્દેશ કર્યો છે. પરિસ્થિતિને જોતા આ લુપ્ત થતા નાના ઉદ્યોગોને યુદ્ધના ધોરણે એક સુવ્યવસ્થીત સંગઠનાત્મક ટેકો પુરો પાડવો ખુબ જરૂરી છે. નાના ઉદ્યોગોને જરૂરી એવી આર્થિક સહાય અને ધીરાણ ચીનની ગ્રામીણ બેંકો આપી શકે તે માટે ત્યાંની હજારો ગ્રામીણ બેંકોને ચીનની સરકાર દ્વારા ભંડોળની ફાળવણી કરવામાં આવી છે તો બીજી તરફ જર્મની પણ ‘Mittle Stand’ (MSME) કંપનીઓને અમર્યાદીત પ્રાધાન્ય આપી રહ્યુ છે.

ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સીંગાપોર અને જાપાનની સરકારો પણ ક્રીએટીવ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાના ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતાને ગતીશીલ બનાવવા માટે પોતાનો સહકાર આપી રહી છે. કોરોના વાયરસની મહામારી પહેલા કેન્દ્ર સરકારે સાત વર્ષના સમયગાળાની અંદર GDPમાં નાના ઉદ્યોગોના યોગદાનને 29 ટકાથી વધારીને 50 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે જ્યાં સુધી ઉંચા વ્યાજદર, ધીરાણની ઓછી ઉપલબ્ધતા અને લોનની ચુકવણીની સખ્ત શરતો નાના ઉદ્યોગોને પરેશાન કરતી રહેશે ત્યાં સુધી આ ઉદ્યોગો મુસીબતોમાંથી બહાર આવવામાં નિષ્ફળ રહેશે એ વાત નક્કી છે. MSMEsને સ્થીરતા આપવાના ધ્યેય સાથે તેમના માર્ગમાંથી જ્યારે અવરોધો દુર કરવામાં આવશે ત્યારે જ આ ઉદ્યોગો ફરી એક વાર આર્થિક ગતી પ્રાપ્ત કરી શકશે અને લાખો લોકોની રોજગારી અને તેમના જીવનને બચાવવા માટે સક્ષમ બનશે!.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.