નવી દિલ્હીઃ ગત 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના સંક્રમણના 3372 નવા કેસ સામે આવ્યા છે. આ અગાઉના દિવસે 3827 પોઝિટિવ કેસ આવ્યા હતા. સળંગ એક અઠવાડિયાથી દિલ્હીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4000 નીચે આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીના આરોગ્ય પ્રધાને કહ્યું કે દિલ્હીમાં કોરોનાનું સ્લોડાઉન શરૂ થઇ ગયું છે.
કોરોના હોસ્પિટલમાં 6840 દર્દી દાખલ
કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની સ્થિતિને લઇને મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, ગત 7 દિવસને ધ્યાનમાં રાખવામાં આવે તો, દિલ્હીમાં કોરોના સંક્રમણનો રેસિયો 6.5 ટકા પર આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં કોરોના બેડ્સમાં દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, હજૂ પણ કોરોના હોસ્પિટમાં 6480 દર્દી દાખલ છે. આ સંખ્યા 4-5 દિવસ અગાઉ 7100 હતી.
શનિવારે 107 કન્ટેન્ટમેન્ટ ઝોન બન્યા હતા
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 2231 થઇ છે. ગત 24 કલાકમાં જ 107 નવા હોટસ્પોટ બન્યા છે. જે અંગે પ્રશ્ન પૂછતાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, અમે સ્ટ્રેટેજી અનુસાર, કોરોના ટેસ્ટિંગ ડબલ કર્યું છે અને જેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે, તેમને અમે નાના-નાના કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને આઈસોલેટ કરી રહ્યાં છીંએ. જેથી સંખ્યા વધી રહી છે.