હૈદરાબાદ: યુરોપીયન દેશોમાં સ્લોવેનિયા પહેલો દેશ બન્યો છે જેણે પોતાના દેશમાં કોરોના વાયરસની મહામારીના અંતની જાહેરાત કરી છે. શુક્રવારે સ્લોવેનિયાની સરકારે કહ્યુ કે તેમના દેશમાં Covid-19 હવે કાબુમાં છે અને આરોગ્યને લગતા કોઈ ખાસ પગલા લેવાની હવે તેમના દેશમાં જરૂર નથી. જોકે Covid-19 ફેલાવાનુ જોખમ હજુ પણ યથાવત હોવાથી ચેપી રોગોના અધિનીયમ હેઠળ નિષ્ણાંતોના મતને અનુસરીને 31 મે 2020 સુધી કેટલાક સાવચેતીના પગલાને અનુસરવામાં આવશે.
હાલની મહામારીની પરીસ્થીતિને જોતા આ પહેલા Covid-19ને કાબુમાં લેવા અને રોકવા માટે ખુબ જ અનિવાર્ય ગણાતા હતા તે પગલામાં હવે ઢીલ મુકવામાં આવી છે. જો કે સાવચેતીના તમામ પગલાને સંપૂર્ણપણે ઉઠાવી લેવા વ્યાજબી નથી. સ્લોવેનિયામાં 4 મે 2020ના રોજ SARS-CoV-2નો પ્રથમ એક્ટીવ કેસ નોંધાયો હતો અને 14 મે સુધીમાં કુલ 1465 કન્ફર્મ્ડ કેસ નોંધાયા હતા. અહીં પ્રથમ 14 દીવસમાં 35 કેસ નોંધાયા હતા અને હાલમાં વાયરસની સક્રીય રીતે વધતા કોસોની સંખ્યા હાલમાં એક કરતા ઓછી છે.
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક હેલ્થ દ્વારા પોતાના અવલોકનમાં નોંધવામાં આવ્યુ હતુ કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના પગલામાં ટેસ્ટીંગ, દર્દીને આઇસોલેટ કરવો, તેના સંપર્કમાં આવેલા લોકોને શોધવા, હાઇ-રીસ્ક ક્લોઝ કોન્ટેકને કોરોન્ટાઇન કરવા, સ્વચ્છતા જાળવવી તેમજ સોશીયલ ડીસ્ટન્સીંગનુ પાલન કરવા જેવા પગલાઓનો સમાવેશ થાય છે. માસ્ક પહેરવુ તેમજ જાહેરમાં મોં અને નાક ઢાંકવા જેવા નિયમો લાગુ રહેશે. વધુમાં, દરેક બાળક માટે 18મે, સોમવારથી શાળા અને નર્સરી શરૂ નહી કરવામાં આવે.
ગઈકાલે, રીપબ્લીક ઓફ સ્લોવેનિયાની સરકારે EUના નાગરીકો માટે ફરજીયાત લાગુ કરેલુ સાત દીવસનુ કોરોન્ટાઇન પણ હટાવી લીધુ છે. તેવી જ રીતે યુરોપીયન યુનિયનના કાયમી કે નિવાસી સભ્ય વિના જ દરેક ત્રીજા દેશના નાગરીક માટે 14 દીવસનું કોરોન્ટાઇન લાગુ કરવામાં આવ્યુ હતુ. EUમાં કાયમી કે અસ્થાયી નિવાસ ધરાવતા અને 14 દિવસથી વધુ EUનો પ્રદેશ છોડી દીધેલા લોકો માટે પણ તે નિયમ લાગુ પડતો હતો.