ખડગપુર: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરના કેમ્પસમાં શુક્રવારે રાત્રે અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે, જોતજોતામાં જ પરિસરમાં આવેલી માર્કેટની 13 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.