માહિતી પ્રમાણે, નંદુબાર જિલ્લાના શહાદા તાલુકામાં વડછીલ ગામમાં આ ઘટના બની છે. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
![Ganesh dissolution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4363666_mh.jpg)
![Ganesh dissolution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4363666_mha.jpg)
આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે, તળાવની ઊંડાઈની જાણકારી ન હોવાથી લોકો ડૂબી ગયા હતા અને આ બધા યુવકોને તરતા ન આવડતું હોવાથી તેમને બચાવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. મૃત્યુ પામેલ યુવકોની ઉંમર 16 થી 24 વચ્ચે હતી. આ બધા યુવાનોના નામ કૈલાસ સંજય ચિત્રાકથે, સચિન સુરેશ ચિત્રકથે, રવિન્દ્ર શંકર ચિત્રકથે, વિશાલ મંગલ ચિત્રકથે, દીપક સુરેશ ચિત્રકથે, સાગર અપ્પા ચિત્રકથે હતું.