ચંદીગઢ: હરિયાણા પોલીસે હાથ ધરાયેલી કાર્યવાહીમાં રોહતક અને જીંદ પાસે રેડ પાડી રૂપિયા 1 કરોડનું ડ્રગ્સ 270 કીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ 2 કારમાં નશીલા દ્રવ્યો સગેવગે કરવાની કામગીરી કરી રહ્યા હતાં, જે દરમિયાન પોલીસે ધરપકડ કરી હતી.
હરિયાણા પોલીસને 4 ઇસમો નશીલા દ્રવ્યોની હેરફેર કરી રહ્યાં હોવાની બાતમી મળી હતી. જ્યાં પોલીસે ચેક પોસ્ટ ઉભી કરી એક મહિલા સહિત 4ની ધરપકડ કરી હતી. તેમણે 1 કરોડ રૂપિયાની કિંમતના 1 કીલો ડ્રગ્સ, 2 કાર સહિત 1 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી હતી. આરોપીઓમાંથી 2 ઉત્તર પ્રદેશના પીલિભીતના હતા, જ્યારે 2 લોકો રોહતકના રહેવાસી હતા.
અન્ય ઘટનામાં જીંદ પાસે પોલીસે 270 કીલો ગાંજો ઝડપી 2ની અટકાયત કરી હતી. વિશાખાપટનમથી ગાંજો હરિયાણામાં લઇ જવાઇ રહ્યો હતો. તમામ આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.