આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) ના મુખ્યાલય ખાતે એક સત્રમાં સીતારામને વિશ્વભરના રોકાણકારોને ખાતરી આપતા કહ્યું હતું કે, સરકાર નવા સુધારા લાવવા માટે સતત કામ કરી રહી છે.
તેમણે બુધવારે જણાવ્યું હતું કે, "ભારતમાં આજે પણ સૌથી ઝડપથી વિકસિત થતું અર્થતંત્ર છે. તેની પાસે ઉત્તમ કુશળતા અને એવી સરકાર છે જે સતત જરુરી સુધારા કરે છે અને તેના પર સતત કામ પણ કરે છે."
ભારતીય અર્થવ્યવસ્થાની સુસ્તી અંગે તેમણે કહ્યું કે સરકાર નાણાકીય ખાધને વધવા ન દેવા માટે પ્રતિબદ્ધ છે અને સરકાર 'સંકટગ્રસ્ત' વિસ્તારોની સમસ્યા હલ કરવા પગલા લઈ રહી છે.