- હાથરસ કેસમાં એસઆઈટીએ સોંપ્યો રિપોર્ટ
- ચંદપામાં કિશોરી સાથે થયેલાં સામુહિક દુષ્કર્મ ઘટનાની તપાસ
- હાથરસના જિલ્લા અધિકારી સામે તપાસની સંભાવના
લખનઉઃ આ ગેંગરેપની ઘટનાને લઇને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં સારવાર દરમિયાન કિશોરીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પ્રશાસને પણ ઉતાવળમાં મધ્યરાત્રિએ અંતિમ સંસ્કાર કર્યા હતાં. આ કારણે સ્થાનિક વહીવટીતંત્રની આ કાર્યવાહી અંગે પણ મોટા સવાલો ઉભા થયાં હતાં. આ મુદ્દે વિરોધીઓએ સરકારને ઘેરવામાં કોઈ કસર છોડી નહોતી. તે જ સમયે, યુપી સરકારે આ મામલે એસઆઈટીની રચના કરી હતી. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાની હેઠળ હાથરસ ઘટના પર એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેમાં દરેક પાસાંની તપાસ થવાની હતી. આ તપાસ રિપોર્ટ આજે એસઆઈટીએ ઉત્તર પ્રદેશ સરકારને સોંપ્યો છે અને આ રિપોર્ટ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવશે.
- એસઆઈટી રિપોર્ટને લઇને હાથરસના ડીએમ સામે કાર્યવાહીની લટકતી તલવાર
ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ જ એસઆઈટી દ્વારા હાથરસ ઘટનાના દરેક પાસાની તપાસ કરીનેે 7 દિવસની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાના હતો. જોકે પછી આ સમય વધારવામાં આવ્યો હતો. બીજી તરફ, એસઆઈટીએ તપાસ પૂર્ણ કરીને આજે રિપોર્ટ રજૂ કર્યો છે ત્યારે આ અહેવાલના આધારે, આ મામલાના ઘણાં પાસાંઓ પણ જોડાયેલાં છે તેમાં હાથરસના જિલ્લા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.