2014માં નરેન્દ્ર મોદીની અંબિકાપુરમાં યોજાયેલી ચૂંટણી જાહેરસભામાં હુમલો કરવાનું કાવતરુ તેણે ઘડ્યુ હતું. રાયપુરે પોલીસે તેનો પર્દાફાશ કર્યો હતો. વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી ચૂંટણી સભા કરવા છત્તીસગઢ પહોંચ્યા હતાં.
આતંકી અઝહરુદ્દીન એ વખતે ફરાર થઈ ગયો હતો..
વર્ષ 2013માં અંબિકાપુરની સભા પહેલા રાયપુરના ઈન્દોર સ્ટેડિયમમાં મોદીની સભા થઈ હતી. આ દરમિયાન રાયપુર પોલીસે સિમીના ત્રણ આતંકવાદીની ધરપકડ કરી હતી. સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઑફ ઈન્ડિયા અને ઈન્ડિયન મુઝાહિદ્દિનનાં ઉમેર સિદ્દીકી, અબ્દુલ વાહિદની કડક પૂછપરછ કરી હતી. તેમણે બોધગયા વિસ્ફોટનું ષડયંત્ર, હૈદરાબાદ વિસ્ફોટના આરોપીઓને આશરો આપવા અને નરેન્દ્ર મોદી ઉપર હુમલો કરવાનું કાવતરુ રચ્યુ હોવાનું કબુલ્યુ હતું.
8 કથિત આતંકવાદીઓ પકડાયા હતા
રાયપુર પોલીસે સિમી સાથે જોડાયેલા 8 કથિત આતંકવાદીઓની ધરપકડ કરી હતી. છત્તીસગઢ પોલીસના જણાવ્યાં અનુસાર આતંકવાદીઓએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર હુમલો કરવાની પૂરતી તૈયારી કરી લીધી હતી. મોદીની સભા પહેલા આતંકવાદીઓએ કાનપુર, દિલ્હી અને છત્તીસગઢના અંબિકાપુરમાં જઈ રેકી કરી હતી. પરંતુ, સઘન સુરક્ષા વ્યવસ્થાના કારણે તેઓ સફળ થયા ન હતાં.