જણાવી દઇએ કે કાશ્મીરથી કલમ 370ને દૂર કર્યા બાદ એક દિવસ પહેલા જ સેનાની હલચલને લઇને હરમિન્દર સિંહ અહલૂવાલિયાએ ફેસબુક લાઇવ કર્યુ હતું. અને તેઓએ કહ્યું કે ભારતમાં ફસાયેલા કાશ્મીરી લોકોએ નજીકના ગુરૂદ્નારમા રોકાણ કરેલ છે. 370 કલમ દૂર થયા બાદના બીજા દિવસે પુણેના અલગ અલગ વિસ્તારમાં ફેલાયેલ નર્સની છોકરીઓના સુપરવાઇઝરનો ફોન આવ્યો હતો. બધી જ છોકરીમાં ડર જોવા મળતો હતો. કારણ કે તેઓની ફેમેલી સાથે વાતચીત થઇ શકતી ન હતી. અને ફેસબુક પર પણ ગંદી ગંદી કોમેંન્ટસ આવતી હતી.
તેવામાં હરમિંદર સિંહ તેની વ્હારે આવ્યો હતો. અને મદદ કરવાનો ભરોસો અપાવ્યો હતો. તેઓએ કાશ્મીરી છોકરીઓને ટિકિટ માટે સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટ કર્યો હતો. અને ટિકિટ માટે 3.50 લાખ રુપિયા એકઠા કર્યા હતાં, જેમાં તેની મદદ ફાઇનાન્સર જગતાર સિંહે કરી હતી. ત્યારબાદ હરમિંદર સિંહે છોકરીઓને પુણેથી શ્રીનગરની ટિકિટ કરાવી દીધી હતી. જેમાં દિલ્હીના સિખ યુવક અરમીત સિંહ ખાનપૂરી અને બલજીત સિંહ બબૂલે પણ મદદ કરી હતી. એટલું જ નહીં પરંતુ આ ત્રણ યુવકોએ તે છોકરીઓને તેના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સેનાએ પણ તેની મદદ કરી હતી.