પંજાબઃ રાજ્યની કોંગ્રેસ સરકાર પોતાના શાસનના 3 વર્ષ પુરા કરવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુએ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે એક યૂ-ટ્યુબ ચેલન લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે જુલાઈમાં પ્રધાનમંડળમાંથી નવજોતે રાજીનામું આપી દીધુ હતું.
પોતાની યૂ-ટ્યુબ ચેનલ પર પહેલા વીડિયોમાં સિદ્ધુએ 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે સોનિયા ગાંધી સાથે કરાયેલી મુલાકાત અંગે જણાવ્યું હતું. આ મુલાકાતમાં તેમણે પાર્ટી પ્રમુખે પંજાબની રાજકીય સ્થિતિથી માહિતગાર કર્યા હતા. વીડિયોમાં સિદ્ધુએ જણાવ્યું કે, તે આ વીડિયોમાં સરળ ભાષામાં સંવાદ કરશે.
જીતેગા પંજાબ અથવા પંજાબ વિલ વિન નામની ચેનલ પર પોતાના જેવા વિચાર ધરાવતા લોકોને ચર્ચા કરવા માટે સિદ્ધુઓ આમંત્રણ આપ્યું છે. સિદ્ધુએ પોતાના કાર્યાલયથી આ વિશે જણાવ્યું હતું કે, પંજાબના પુનઃ ઉદ્ધાર અને જાગૃતિ ફેલાવવા માટેનું આ ચેનલ માધ્યમ બની રહેશે છે. નવ મહિના ચિંતન અને સ્વ અવલોકન કર્યા બાદ પૂર્વ પ્રધાન, 4 વાર સાંસદ રહી ચુકેલા અને અમૃતસરના ધારાસભ્ય રહી ચુકેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબના સળગતા પ્રશ્નો વિશે વાત કરશે.