લુધિયાણામાં સિદ્ધુએ જણાવ્યું હતું કે, મે આપેલા નિવેદન પર પુર્ણ રીતે સ્થિર છું, આતંકવાદિઓને પીઠ પાછળ હુમલો કર્યો છે. અને આનો વળતો જવાબ મળવો જોઇએ, તો આ સાથે જ મોદીને ઉદ્દેશીને કહ્યું કે, "હવે 56ની છાતી ક્યા ગઇ? મારી દરેક વાતની દરેક લાઇને પુરી નથી દર્શાવવામાં આવતી, હું આતંકવાદની વિરોધમાં સજ્જડ ઉભો છું"
આ સાથે જ સિદ્ધુએ જણાવ્યું હતું કે, જવાનોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું નથી, જ્યારે એક મંત્રીના પસાર થવાના સમયે સમગ્ર શહેરમાં સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે, તો સેનાનો આટલો મોટો કાફલો જો પસાર થઇ રહ્યો ત્યારે આ પહેલા ટ્રેકર કેમ ચલાવવામાં ન આવ્યું, જેને પગલે જવાનોની શહાદત થઇ છે, આ પાછળનું કોઇ ચોક્કસ સમાધાન શોધવું જોઇએ, કારણ કે આ છેલ્લા 71 વર્ષથી ચાલી રહ્યું છે
તો પોતે પાકિસ્તાન જવા મુદ્દે સિદ્ધુએ જણાવ્યું હતું કે, "હું તો આમંત્રણ એક મિત્રના સંબંધથી ગયો હતો, આ દેશના વડાપ્રધાન જ આમંત્રણ વગર જઇને ગળે મળીને આવ્યા હતા. અને તેમના આવતાની સાથે જ પઠાનકોટના દિના નગર ખાતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જો કે અટલબિહારી જ્યારે પાકિસ્તાન જઇને આવ્યા હતા, ત્યારે કારગિલ યુદ્ધ થયું હતું. એટલા માટે કોઇના પાકિસ્તાન પ્રવાસને આ બધી વસ્તુઓ સાથે ન જોડવું જોઇએ"