બેંગલુરુ : કર્ણાટકમાં સિદ્દી સમુદાયમાંથી (ભારતમાં આફ્રિકન વંશની એક જનજાતિ) કોઇ પ્રથમ વખત વિધાન પરિષદનો સભ્ય બન્યો છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ બુધવારે કર્ણાટક વિધાન પરિષદમાં શાંતારામ બુદના સિદ્દી સહિત પાંચ લોકોની નિમણૂક કરી છે.
શાંતારામ સિદ્દીકી એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં કામ કરી રહ્યો હતો. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદિવાસી કલ્યાણના પ્રોજેક્ટનો પ્રચારક હતો. ભારતમાં એક જાતિ સમૂહ સિદ્દિઓ વિશે કહેવામાં આવે છે કે, તે પૂર્વી આફ્રિકી વિસ્તારના લોકોના વંશ છે. તે કર્ણાટકમાં અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ છે.
શાંતારામ સિવાય સીપી યોગેશ્વર જેમણે 2017માં ભાજપમાં સામેલ થવા કોંગ્રેસ છોડી દીધી હતી. પરંતુ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે.
ભાજપના નેતાઓ આદગુર એચ.વિશ્વનાથ, તલવાર સબના અને ભારતી શેટ્ટીને રાજ્યના ઉચ્ચ ગૃહમાં નામાંકિત કરવામાં આવ્યા છે.