ભોપાલ : શિવરાજસિંહ ચૌહાણે 23 માર્ચની રાત્રે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારથી કેબિનેટની રચના અંગેની અટકળો ચાલી રહી છે. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ નાના પ્રધાનમંડળની વાત આડકતરી રીતે કહી ચૂક્યાં છે.
સૂત્રો અનુસાર આવતીકાલે મધ્યપ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. શિવરાજસિંહ ચૌહાણે શપથ લીધાને 28 દિવસ થયા છે, પરંતુ કેબિનેટની રચના થઈ શકી નથી. આનું મુખ્ય કારણ કોવિડ-19 મહામારી કહેવામાં આવી રહ્યું છે. પ્રધાનમંડળનું કદ કેટલું હશે એ પણ એક મોટો સવાલ છે.
જો 21 એપ્રિલે શપથ લેવામાં આવશે તો 10થી 12 પ્રધાન શપથ લેશે. જો તારીખ આગળ વધશે તો લગભગ 25 પ્રધાન શપથ લેશે. 20 એપ્રિલ પછી સિંધિયા સમર્થક 10 નેતાઓને પ્રધાન બનાવવાની શક્યતા છે.