ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીથી કાશી-મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. કાશી-મહાકાલ એક્સપ્રેસ (વારાણસી-ઈન્દોર)માં કોચ-B 5ના સીટ નંબર 64ને ભગવાન શિવના એક મીની મંદીરમાં બદલાવી દેવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ બે રાજ્યોના ત્રણ જ્યોતિર્લિંગોની યાત્રા કરશે.
આ ટ્રેન ઈન્દોરથી નજીક ઓમકાલેશ્વર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર અને વારાણસીમાં કાશી વિશ્વનાથને જોડશે. કોચ-B 5, સીટ સંખ્યા નંબર-64 શિવ ભગવાન માટે ખાલી કરવામાં આવી છે. રેલવેએ IRCTC સંચાલિત આ ત્રીજી સેવા શરૂ કરી છે. આ ટ્રેન ઉત્તર પ્રદેશના વારાણસીથી મધ્ય પ્રદેશના ઈન્દોર સુધી જશે.
વારાણસીથી ઈન્દોર વચ્ચે સપ્તાહમાં ત્રણ વાર ચાલનારી આ ટ્રેનમાં ભક્તિ ભાવવાળું ધીમા અવાજમાં ભજન સંભળાશે અને દરેક કોચમાં ખાનગી ગાર્ડ હશે અને યાત્રીકોને શાકાહારી ભોજન પીરસવામાં આવશે.