શિવસેનાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના સંબંધ ભાઈ જેવા છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ જવાબદારી બને છે કે, તેઓ રાજ્યનું સુકાન સંભાળી રહેલા નવા મુખ્યપ્રધાન અને નાના ભાઈ સમાન ઉદ્ધવ ઠાકરેને સહયોગ આપવો જોઈએ.
કેન્દ્રને સંબોધન કરવા દરમિયાન શિવસેનાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રની જનતાના નિર્ણયનું સમ્માન કરવું જોઈએ અને એ ધ્યાન રાખવું જોઈએ કે, રાજ્ય સરકારની સ્થિરતાને કોઈ નુકસાન પહોંચે નહીં.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ PM મોદી દ્વારા તેમને આપવામાં આવેલી શુભેચ્છાના સંદર્ભમાં શિવસેના દ્વારા તેમના મુખપત્ર સામનામાં ઉપરોક્ત ટિપ્પણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, PM મોદી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નાના ભાઈ જણાવી ચુક્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના મુખ્યપ્રધાન પદને લઈને ભાજપ અને શિવસેનાના સંબંધોમાં તણાવ આવ્યો હતો. જે દરમિયાન શિવસેનાએ ભાજપ સાથે પોતાનો દાયકાઓ જૂનો સંબંધ તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરી રાજ્યમાં સરકાર બનાવી છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેને PM મોદીએ શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'ઉદ્ધવ ઠાકરેજીને શુભેચ્છા. મને વિશ્વાસ છે કે, તેઓ મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે'.
શિવસેના હમેશાથી જણાવતી રહી છે કે, વડાપ્રધાન કોઈ એક પાર્ટીના નહીં પણ સમગ્ર દેશના હોય છે. જેથી PM મોદીએ રાજ્યના નવા CM ઉદ્ધવ ઠઆકરેને સહયોગ કરવો જોઈએ.