શરુઆતના પરિણામોમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને 170થી ઉપર બેઠક મળતી દેખાઈ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જે રીતે બેઠકો મળી રહી છે ત્યાર બાદ પણ ગઠબંધન ચાલુ રહેશે. તેઓએ આગળ જણાવ્યું કે, 50-50ના ફોર્મુલા નક્કી છે અને થઈ જાશે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી માટે ભાજપ-શિવસેનાએ ગઠબંધન કર્યું હતું. સુત્રો મુજબ બંને દળો વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્યપ્રધાનના કાર્યકાળને લઈ ગઠબંધન થયું હતું. શિવેસનાની તરફથી આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે.