શિવસેનાના પ્રમુખે 21 ઓક્ટોબરે યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સાથે ગઠબંધનના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, શિવસેના માટે રામ મંદિરનો મુદ્દો રાજકારણથી ઉપર છે. આ મુદ્દાને આગામી મહારાષ્ટ્ર ચૂંટણી સાથે કોઈ સંબધ નથી.
મુંબઈના શિવાજી પાર્કમાં મંગળવારે શિવસેનાની વાર્ષિક દશેરાની રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, PM મોદીએ રામ મંદિર પર ન બોલવાની સલાહ આપી છે. કારણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
આ પણ વાંચો...અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ: 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પુરી કરવા સુપ્રીમ કોર્ટની ભલામણ
શિવસેના પ્રમુખે કહ્યું કે, આ મામલો છેલ્લા 35 વર્ષથી પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. હાલમાં રાજકીય પાર્ટીઓના પ્રચાર પડઘમ જોર શોરમાં ચાલી રહ્યાં છે.
આ પણ વાંચો....મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન ફાઈનલ, અન્ય 4 દળો પણ જોડાયા
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાં ભાજપ 164 અને શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધન મહારાષ્ટ્રના હિત માટે કર્યું છે. હું શિવસેનના કાર્યકર્તાઓને માફી માગુ છું કેમ કે, જેમની બેઠકો સહયોગી પાર્ટીને આપવામાં આવી છે.
આ પણ વાંચો..મહારાષ્ટ્ર ચૂંટણી: શિવસેના માટે ઐતિહાસિક ક્ષણ, આદિત્ય ઠાકરેએ વર્લીમાંથી ઉમેદવારી નોંધાવી
તેમણે કહ્યું કે, શિવસેના ભાજપના ગઠબંધન અને ઉત્તરપ્રદેશમાં SP BSP ગઠબંધનમાં ઘણું અંતર છે. ઠાકરે કોંગ્રેસ અને NCPના ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો શિવસેના ખેડૂતોનું દેવું માફ કરશે. ગરીબો માટે 10 રૂપિયા પોષણ યુક્ત ભોજપ ઉપલબ્ધ કરાવશે. એક રુપિયામાં સ્વાસ્થ્ય તપાસ અને મહિલાઓ માટે વિશેષ બસ સેવાઓ શરૂ કરશે.