તેમણે આલોચકો સામે કેસ નોંધાવાની બાતને ખોટી ગણાવી છે. તેમણે આ વાતને ટ્વિટ કરીને જણાવી હતી. શશિ થરુરે PM મોદીને લખેલા પત્રમાં મોદીના એક ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષ 2016માં પીએમ મોદીએ અમેરિકી કોંગ્રેસમાં બંધારણને પવિત્ર પુસ્તક તરીકે જણાવ્યું હતું.
આ સાથે થરુરે કહ્યું કે, આટલું જ નહીં, PM મોદીએ બંધારણની વિગતો આપી અને કહ્યું કે આપણું બંધારણ ભારતમાં વસતા તમામ નાગરિકોને સ્વતંત્રતા, પોતાની વાત રાખવાની અને તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે.
શશી થરુરે વધુમાં લખ્યું છે કે, ભારતના નાગરિક તરીકે અમે અમારી વાત સ્પષ્ટ રીતે રાખવા માગીએ છીએ. માત્ર આટલુ જ નહીં અમે એમ પણ ઇચ્છીએ છીએ કે, આ વસ્તુઓ તમારા સુધી પહોંચે અને પછી તમે તેના પર નિર્ણય લો. આગળ થરુરે કહ્યું કે, પોતાની વાતો વ્યક્ત કરવી જરૂરી છે નહીં તો 'મન કી બાત' 'મૌન કી બાત' બની જશે. થરુરે તેમ પણ કહ્યું કે, આપણે અહીં વડાપ્રધાન મોદીની પણ આલોચના કરી શકીએ છીએ.