ETV Bharat / bharat

શરદ યાદવની પુત્રી સુભાષિની યાદવ કોંગ્રેસમાં જોડાયા, બિહાર વિધાનસભાની બેઠક પર લડી શકે છે ચૂંટણી

શરદ યાદવની પુત્રી સુભાષિની યાદવ અને લોજપા (લોક જનશક્તિ પાર્ટી)ના કદાવર નેતા કાલી પાંડે કોંગ્રેસમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ બંને બિહારના વિધાનસભાની ચૂંટણી લડશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિન્હા પણ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.

Election
Election
author img

By

Published : Oct 14, 2020, 5:03 PM IST

નવી દિલ્હીઃ શરદ યાદવની પુત્રી સુભાષિની યાદવ અને લોજપાના કદાવર નેતા કાલી પાંડે કોંગ્રેસમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ બંને વિધાનસભાની ચૂંટણી લડશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિંહાના પુત્ર લવ સિન્હા પણ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.

લોકશાહી જનતા દળ (LJD)ના પ્રમુખ શરદ યાદવની પુત્રી સુભાષિની રાજ રાવ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા બુધવારે કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમના સિવાય કાલી પાંડે પણ કોંગ્રેસમાં જોડાયા હતા. સુભાષિની અને કાલી પાંડે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પવન ખેડા, દેવેન્દ્ર યાદવ અને અજય કપૂરની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. સુભાષિની બિહાર વિધાનસભાની ચૂંટણી પણ લડશે, તેઓ બિહારગંજથી ચૂંટણી લડી શકે છે.

આ પ્રસંગે કોંગ્રેસના પ્રવક્તા ખેડાએ કહ્યું હતું કે, 'અમને ગર્વ છે કે સુભાષિની યાદવ કોંગ્રેસમાં જોડાયા છે. ભારતના સંસદીય લોકશાહીમાં તેમના પિતાનું મોટું યોગદાન છે.’

2017માં શરદ યાદવને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા બદલ જદ(યુ)માંથી બહાર કરવામાં આવ્યાં હતા. આ બાદ તેમણે લોકશાહી જનતા દળની રચના કરી હતી.

બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાવાની છે. તમને જણાવી દઈએ કે, બિહારની 243 સભ્યોની વિધાનસભા માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબર, બીજા તબક્કામાં 3 નવેમ્બર અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. તે જ સમયે, મતની ગણતરી 10 નવેમ્બરના રોજ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.