હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શાંતા કુમારને કિસાન આંદોલન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શાંતા કુમારે કહ્યું કે આંદોલલને આગામી દૌર ગંભીર મોડ પર પહોંચી ગયો છે. કેટલાક અસામાજીક ત્તત્વો આંદોલન માં સામેલ થઈ ગયા છે. એવામાં લોકોને વધારે સાવધાન રહેવાની આવશ્યકતા છે.
ખેડૂતોના પક્ષમાં છે કૃષિ કાયદો
પૂર્વ મુખ્યપ્રધાન શાંતા કુમારે કહ્યું કે કૃષિ કાયદો ખેડૂતના પક્ષમાં છે. સ્વાર્થી લોકો આવા પ્રકારના આંદોલનની શરૂઆત કરે છે. સરકારના આશ્વાસન બાદ પણ ખેડૂત આંદોલન તેજ બની રહ્યું છે, તે દુર્ભાગ્યની વાત છે. કેટલાક દિવસો પહેલા શાહીનબાગમાં 100 દિવસ ધરણાં ચાલ્યા હતાં. ફરી નાજુક સમય આવ્યો,જને પછી શું થયું તે તમે જાણો છે.
ખેડૂતો પોતાનું ઉત્પાદન દેશભરમાં ક્યાંય પણ વેચી શકશે
શાંતા કુમારે કહ્યું કે નવા કાયદાથી ખેડુતો તેમની પેદાશ દેશભરમાં ક્યાંય પણ વેચી શકશે અને તેનાથી નોકરીયાત લોકોની આવકમાં ઘટાડો થશે. આથી વચેટિયા લોકો ધરણાં પર બેસવા માટે લોકોને ભોજન, ધાબળા, રજાઇ અને પૈસા આપી રહ્યા છે. કેટલાક વચેટિયાઓ, કમિશન એજન્ટો અને રાજકીય નેતાઓ આ આંદોલન ચલાવી રહ્યા છે.
ખોટા હાથમાં જઈ રહ્યું છે આંદોલન
આંદોલનનું નેતૃત્વ હવે ખેતરમાં કામ કરતાં ખેડૂતોના હાથમાં રહ્યું નથી. આ આંદોલન તેજીથી ખોટા હાથમાં જઈ રહ્યું છે. તેમજ શાંતા કુમારે ખેડૂતો અને સરકારને આવા તત્વોથી બચીને અને સાવધાન રહેવાની સલાહ આપી છે.