બોર્ડે ટેસ્ટ અને ટી-20 કેપ્ટન શાકિબ અલ હસનને ખુલાસો માંગતી નોટિસ મોકલશે. શાકિબે ટેલીકૉમ કંપની સાથે કરાર કરી બોર્ડના નિયમોનું ઉલંધન કર્યું છે. બોર્ડ અધ્યક્ષ નઝમુલ હસને કહ્યું કે, જો શાકિબ સંતોષકારક જવાબ નહીં આપે તો તેના વિરૂધ્ધ કડક પગલા લેવામાં આવશે. શાકિબ કોઈ ટેલીકૉમ કંપીની સાથે કરાર કરી શકે નહીં, જે વાત કોન્ટ્રાક્ટ પેપરમાં સ્પસ્ટપણે લખી છે. અધ્યક્ષે કહ્યું કે અમે કંપની અને શાકિબ બંને પાસેથી વળતરની માગ કરીશું. શાકિબ પોતાનો ખુલાસો રજુ કરી શકે તે માટે નોટિસ મોકલી છે.
શાકિબે શુક્રવારે મીરપુરના રાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજિત તાલીમ શિબિરના પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. જે ભારત સાથે ટી -20 અને ટેસ્ટ શ્રેણી પહેલા યોજાઇ રહી છે. ટીમના મુખ્ય કોચ રસેલ ડોમિંગો કહે છે કે, ઓલરાઉન્ડર શાકિબ બીમાર છે, જેના કારણે તે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો નથી.