નવી દિલ્હીઃ 4 મહિનાના બાળકનું મોત ઠંડીને કારણે થયું હતું, આ 4 મહિનાનો મોહમ્મદને તેની માતા નાઝિયા સાથે શાહીન બાગના વિરોધમાં નજરે પડતો હતો. જ્યાં છેલ્લા અઠવાડિયે મોહમ્મદને ઠંડીને લીધે શરદી થઈ અને તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મોહમ્મદના માતા-પિતા બટલા હાઉસ વિસ્તારમાં રહે છે, તેમના બે બાળકો છે. આ લોકો મૂળ બરેલીના છે, મોહમ્મદના પિતા આરિફ ભરતકામ અને ઇ-રીક્ષા ચલાવે છે. જેની પત્ની ભરતકામમાં મદદ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદની માતા તેને શાહીન બાગના પ્રદર્શનમાં લઈ જતી હતી, જ્યાં લોકો તેને ગોદમાં અને ઘણીવાર તેના ગાલ પર તિરંગો લગાવી દેતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઠંડીને કારણે તેને શરદી થઈ હતી અને ત્યારબાદ તેની તબિયત લથડતી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું.
તમને જણાવી દઈએ કે, શાહીન બાગ વિસ્તારમાં છેલ્લા 51 દિવસથી CAA, NRC અને NPR સામે વિરોધ ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ છે, આ મહિલાઓમાં ઘણી મહિલાઓના ખોળામાં નાના-નાના બાળકોનો સમાવેશ છે.