ETV Bharat / bharat

બિહાર પેટાચૂંટણી: 'રાજકીય દોસ્તી'ની અગ્નિપરીક્ષા થશે આ ચૂંટણીમાં !

પટણા: બિહારમાં લોકસભાની એક અને વિધાનસભાની પાંચ સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં ઉમેદવારોની હાર-જીત તો નક્કી થશે જ પણ સાથે સાથે વિપક્ષી મહાગઠબંધનની પણ અગ્નિપરીક્ષા થશે. આ ચૂંટણીને આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ તરીકે પણ જોવામાં આવી રહી છે.

bihar by election 2019
author img

By

Published : Sep 24, 2019, 5:07 PM IST

બિહારમાં જે પાંચ વિધાનસભાની સીટો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યાં ગત વિધાનસભા ચૂંટણીમાં આ તમામ સીટ પર મહાગઠબંધનનો કબ્જો હતો. જેમાંથી ચાર સીટ પર જદયુંના ઉમેદવાર, જ્યારે કિશનગંજ સીટ પર કોંગ્રેસના એક ઉમેદવાર વિજયી બન્યા હતા.તે સમયે જદયુ મહાગઠબંધનમાં હતું પણ હવે એનડીએમાં સામેલ થઈ ગયું છે. આવા સમયે આ સીટો પર હવે કબ્જો કેમ કરવો તે મોટી મુંઝવણ મહાગઠબંધન માટે થઈ પડી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનું સ્વરુપ અલગ જ હતું. તે સમયે રાજદ, જદયુ અને કોંગ્રેસ સાથે હતા. હવે જદયુ મહાગઠબંધનમાંથી અલગ થઈ ગયું છે, તથા રાલોસપા મહાગઠબંધનની સાથે આવી ગયું છે.

આ વર્ષે લોકસભા ચૂંટણીમાં પાંચ ધારાસભ્યો સાંસદ બનતા ખાલી પડેલી વિધાનસભાની સીટો માટે બિહારમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે લોક જનશક્તિ પાર્ટીના સાંસદ રામચંન્દ્ર પાસવાનનું નિધન થતાં ખાલી પડેલી સમસ્તીપુર સંસદીય બેઠક પર પણ ચૂંટણી થવાની છે.

મહાગઠબંધન માટે સૌથી મોટી અગ્નિપરીક્ષા સીટોની વહેંચણીમાં થવાની છે. તમામ પાર્ટીઓએ પોત પોતાના દાવો કરી સીટો પર પકડ જમાવવાનું ચાલુ કરી દીધું છે.

આ બાજુ કોંગ્રેસે પણ પેટાચૂંટણીને લઈ આ સીટો પર જીત મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, કિશનગંજ વિધાનસભા અને સમસ્તીપુર લોકસભા સીટ તેમની પરંપરાગત સીટ છે. બાકીની સીટો પર મહાગઠબંધનના જીતાઉ ઉમેદવારને જ ટિકીટ આપવાના પ્રયત્નો થશે.

બીજી બાજુ હિન્દુસ્તાની અવામ મોરચા (હમ)ના પ્રમુખ જીતનરામ માંઝીએ પણ એક સીટ પર દાવો રજૂ કર્યો છે. માંઝીએ સોમવારે કહ્યું હતું કે, નાથનગર સીટ પર અમારી તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સીટ માટે મહાગઠબંધન સાથે વાત પણ થઈ ગઈ છે. માંઝીએ એમ પણ જણાવ્યું હતું કે, સીટોની વહેંચણીને લઈ 24 સપ્ટેમ્બરના રોજ મહાગઠબંધનની બેઠક યોજાશે.

આ તમામની વચ્ચે રાલોસપા અને વીઆઈપીએ પણ પોતાની બાજી હજી ખોલી નથી. પણ આ પ્રકારના નિવેદન બાદ મહાગઠબંધનની સાથી પક્ષોમાં સીટોની વહેંચણી સરળ નહીં હોય.

મહાગઠબંધનના એક નેતાના જણાવ્યા અનુસાર સમસ્તીપુર લોકસભા સીટ કોંગ્રેસના ખાતામાં જાય તેવું નક્કી માનવામાં આવે છે. ઉપરાંત બિહારની દરૌંદા અને બેલહર સીટ રાજદના ખાતામાં જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. નાથનગર અને સિમરી બખ્તિયારપુરની બે સીટો એવી છે, જેના પર અનેક દાવેદારો છે.

આમ પેટાચૂંટણીમાં ઝંપલાવતા પહેલા મહાગઠબંધને સાથી પક્ષો સાથે સીટોની વહેંચણીને લઈ એકજૂટતા બતાવવી પડશે. રાજકીય સમીકરણોને ધ્યાને રાખી ચૂંટણી પરિણામ સુધી સહકાર આપી જંગ જીતવાની અગ્નિપરીક્ષા છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.